Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

સુશાંત - જૈકલીનની 'ડ્રાઇવ' માર્ચમાં નહિ, સપ્ટેમ્બરમાં આવશે

કરણ જોહર એક પછી એક ફિલ્મોનો ખુલાસો કરી રહ્યો છે. હાલમાં તે અનેક પ્રોજેકટ પર કામ કરે છે. અનેક નવા સ્ટાર્સને પણ લોન્ચ કરી રહ્યો છે. આ પૈકીની એક ફિલ્મનું નામ 'ડ્રાઇવ' છે. આ ફિલ્મ ૭મી સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઇ જશે

એ નક્કી થઇ ગયું છે. ફિલ્મમાં સુશાંતસિંહ રાજપૂત અને જૈકલીન ફર્નાન્ડીસની મુખ્ય ભૂમિકા છે. હાલમાં

ફિલ્મનું શુટીંગ ચાલી રહ્યું છે. જૈકલીન આ ફિલ્મમાં ખુબ જ હોટ લૂકમાં દેખાવાની છે. કરણે ટ્વિટર પર લખ્યું હતું કે ધર્મા અને ફોકસ સ્ટાર ફ્રેન્ચાઇઝીની ફિલ્મ સાતમી સપ્ટેમ્બરે આવશે. ફિલ્મનું નિર્દેશન તરૂણ મનસુખાની કરી રહ્યા છે. પહેલા આ ફિલ્મ બીજી માર્ચના રિલીઝ થવાની વાત હતી. પણ હવે તારીખ બદલને ફાઇનલ કરી લેવામાં આવી છે.

(9:43 am IST)