Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

ચિત્રાંગદા પણ ટીવી પરદેઃ ડાન્સ શોમાં જજ બની

ચિત્રાંગદા સિંહ માટે ગયું વર્ષ ખરાબ રહ્યું હતું. નવાજુદ્દિન સાથેની ફિલ્મનું શુટીંગ શરૂ થયા પછી ફિલ્મ છોડી દીધી હતી. એ પછી તે કોઇ ફિલ્મમાં જોવા મળી નહોતી. હવે તે નાના પરદે કામ કરી રહી છે. ચિત્રાંગદાને એક રિયાલીટી શોમાં કામ મળ્યું છે. જો કે તે સ્પર્ધક નહિ પણ જજ તરીકે આ શોમાં જોવા મળશે. ડાન્સ ઇન્ડિયા ડાન્સ લિટલ ચેૈમ્પસ નામના શોની ચોથી સિઝનમાં ચિત્રાંગદાને નિર્ણાયકોની પેનલમાં સ્થાન મળ્યું છે. તેનો આ પહેલો જ ટીવી શો હશે. દેશભરના પ્રતિભાશાળી ડાન્સર બાળકો આ શોમાં ભાગ લેવાના છે. અઢારમીથી શોનું શુટીંગ શરૂ થઇ ગયું છે.  ચિત્રાંગદા આગામી સમયમાં સાહેબ બીબી ઓૈર ગેંગસ્ટરમાં જોવા મળશે. તિગ્માંશુની આ ફિલ્મ છે. આ ઉપરાંત તે સૈફ અલી ખાન સાથે ફિલ્મ બાજારમાં પણ મહત્વના રોલમાં છે. તે પોતે એક ફિલ્મ સૂરમા પ્રોડ્યુસ પણ કરી રહી છે. 

(9:43 am IST)