Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

'બૂલેટ'માં કરિશ્માની સની સાથે જમાવટ

ટીવી અને ફિલ્મી પરદાની અભિનેત્રી કરિશ્મા તન્ના ઇન્ડસ્ટ્રીમાં પોતાની બોલ્ડ ઇમેજને કારણે સતત ચર્ચામાં રહે છે. સોશિયલ મિડીયા પર પણ તે ખુબ સક્રિય રહે છે. કરિશ્મા સમયાંતરે અહિ પોતાની ખુબસુરત અને હોટ તસ્વીરો પોસ્ટ કરતી રહે છે. તાજેતરમાં તેના ફોટોશુટની વધુ કેટલીક હોટ-હોટ તસ્વીરો સામે આવી હતી. સોશિયલ મિડીયા પર તે ખુબ વાયરલ થઇ હતી. તસ્વીરમાં તે માત્ર મરૂન રંગનો શર્ટ પહેરેલી દેખાય છે. ખુલ્લા વાળ તેના અંદાજને વધુ આકર્ષક બનાવે છે. કરિશ્માનું નામ અગાઉ અભિનેતા ઉપેન પટેલ સાથે જોડાયું હતું. પણ બે વર્ષ પછી બ્રેકઅપ થઇ ગયું હતું. કરિશ્મા તાજેતરમાં મ્યુઝિક વિડીયો, ફિલ્મ સૂરજ પર મંગલ ભારીમાં જોવા મળી હતી. ડિજીટલ પ્લેટફોર્મ પર તેની એકશન-થ્રિલર વેબ સિરીઝ બૂલેટ રિલીઝ થઇ છે. જેમાં સની લિયોન પણ તેની સાથે છે. બંનેએ આ સિરીઝમાં શાનદાર કામ કર્યુ છે.

(10:18 am IST)