Gujarati News

Gujarati News

News of Sunday, 18th February 2018

ફિલ્મ મેકર સતીશ કૌશિકે ૨૫ કિલો વજન ઘટાડયું

મુંબઇઅભિનેતા અને ફિલ્મ મેકર સતીશ કૌશિક સતત વધી રહેલા વજનથી ખૂબ જ પરેશાન થઇ રહ્યા હતા. પોતાની સ્થૂળતાને કારણે સતીશને હલન-ચલનમાં પણ સમસ્યા થઇ રહી હતી. લગભગ બે વર્ષની સખત ડાયેટનું ચુસ્તપણે પાલન કર્યા બાદ સતીશ કૌશિકે લગભગ ૨૫ કિલો વજન ઘટાડી લીધુ હોવાની જાહેરાત કરી છે. સતીશનું વજન ૨૫ કિલો ઘટતાં જ તેઓ ફરી એકવાર સક્રિય બની ગયા છે. વજન ઘટાડયા બાદ સતીશ કૌશિકે બેક ટુ બેક છ ફિલ્મો સાઇન કરી હોવાના અહેવાલ છે. જેમાં શાદ અલીની સૂરમા, આશુ ત્રિખાની વીરે કી વેડિંગ, યમલા પગલા દિવાના થ્રી અને નમસ્તે ઇંગ્લેન્ડનો સમાવેશ થાય છે. સતીશ કૌશિકે જણાવ્યું હતું કે મને કોઇપણ પ્રકારની ગંભીર બીમારી નહોતી માત્ર સ્થૂળતા હતી. મારી ફિટનેસ પર ધ્યાન આપવા માટે હું લોસ એન્જલસ ગયો હતો અને ત્યાંના એક ડોકટર ક્રિશ્ચિયન મિલ્ટને મારી આ સમસ્યાનો ઉકેલ મને આપ્યો અને મેં ૨૫ કિલો જેટલું વજન ઉતારી લીધુ છે.

(12:42 pm IST)