Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

મારી ફિલ્મ 'સ્ટુડન્ટ ઑફ ધી યર ટુ'માં મિસ વર્લ્ડ માનુષી ચીલ્લરને સાઇન કરી નથી: કરણ જોહર

મુંબઇ: ફિલ્મ સર્જક કરણ જોહરે કહ્યું હતું કે મારી ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધી યર ટુ માટે મેં તાજેતરમાં મિસ વર્લ્ડ બનેલી માનુષી ચીલ્લરને સાઇન કરી નથી. 'યસ, મારા ધ્યાનમાં પણ સમાચાર આવ્યા છે. પરંતુ સમાચાર સાચા નથી. મિસ વર્લ્ડ બની સિદ્ધિ માટે દરેક ભારતીય વ્યક્તિ ગૌરવ લઇ શકે. મને પણ એની સિદ્ધિ માટે ગૌરવ છે અને હું એેના પર એક શો બનાવવાનો છું. પરંતુ હજુ તો હું એને મલ્યો પણ નથી અને અમારે એકબીજાની સાથે કોઇ વાત પણ થઇ નથી. એટલે સ્ટુડન્ટ ઑફ ધી યર ટુ માટે મેં એને સાઇન કરી છે એેવા મિડિયા રિપોર્ટ સાવ ખોટ્ટા છે' એમ કરણ જોહરે એક એવોર્ડ સમારોહમાં સ્પષ્ટતા કરતાં કહ્યુ ંહતું. વીઝક્રાફ્ટ અને રેમન્ડ ક્રોસવર્ડ બુક એવોર્ડમાં કરણ બોલી રહ્યો હતો. ૨૦૧૨માં રજૂ થયેલી કરણ જોહર નિર્દેશિત ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધી યર ફિલ્મ હિટ નીવડી હતી અને ફિલ્મ દ્વારા કરણે ત્રણ નવા કલાકારો બોલિવૂડને ભેટ આપ્યા હતા- વરુણ ધવન, આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રા. એમાંનાં બે આલિયા ભટ્ટ અને વરુણ ધવન અત્યારે લિસ્ટના કલાકારો ગણાતાં થઇ ગયાં છે. બંનેએ અડધો ડઝન હિટ ફિલ્મો આપી છે.

 

 

(6:09 pm IST)