Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

'ન્યૂડ'ને સેન્સર બોર્ડે એક પણ ક્ટ વગર આપ્યું 'A' સેર્ટિફિકેટ

મુંબઈ: નિર્દેશક રવિ જાધવની મરાઠી ફિલ્મ 'ન્યૂડ'ને ઇન્ટરટેઈનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાથી ડ્રોપ કરવામાં આવી હતી તેને સેન્સર બોર્ડે એક પણ કટ વગર એ સર્ટિફિકેટ આપ્યું છે. જાધવે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનની સ્પેશ્યલ જ્યુરીને ટ્વિટર પર આભાર વ્યક્ત કર્યો છે.

જાધવે લખ્યું કે 'અમારી ફિલ્મ ન્યૂડને બીના કટ સર્ટિફિકેટ મળ્યું છે. સીબીએફસીને સ્પેશિયલ જુરી ટીમની હેડ વિદ્યા બાલન છે અને તેમને અમારી ફિલ્મને પસંદ કરી છે તે માટે તેમનો આભાર'

આ ફિલ્મ મુંબઈની ન્યૂડ મોડેલ તરીકે કામ કરતી મહિલાના સંઘર્ષની કહાની છે.

(6:06 pm IST)