Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

દિલ્હીના મેડમ ટુસો મ્યુઝિયમમાં હવે સની લીઓની પણ દેખાશે

સની લીઓનીએ ગઇ કાલે દિલ્હીના મેડમ ટુસો મ્યુઝિયમ માટે તેનું માપ આપ્યું હતું. તેના વેકસના પૂતળાનું માપ લેવા માટે સ્પેશ્યલ લંડનથી આર્ટિસ્ટો મુંબઇ આવ્યા હતા. સનીએ ટોટલ ર૦૦ જેટલાં મેઝરમેન્ટ્સ આપ્યાં હતાં. દિલ્હીમાં આવેલા આ મ્યુઝિયમમાં સલમાન ખાન, કેટરિના કૈફ, કરીના કપૂર ખાન, માધુરી દીક્ષિત નેને, કપિલ શર્મા, આશા ભોસલે અને સચિન તેન્ડુલકર જેવી ઘણી સેલિબ્રિટીઝનાં પૂતળાં છે. જાકે સનીનું પૂતળું કયારે મૂકવામાં આવશે એ હજી સુધી જાહેર કરવામાં નથી આવ્યું.

 

(1:49 pm IST)