Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

વિકાસ ગુપ્તા સાથે ફરીથી કામ કરશે શિલ્પા શિંદે

બિગ બોસ-૧૧ની વિજેતા શિલ્પા શિંદે ફરીથી વિકાસ ગુપ્તા સાથે કામ કરવા તૈયાર છે. તે કહે છે ટીવી શોના નિર્માતા વિકાસ સાથે હું કોઇ સિરીયલમાં નહિ પણ એક વેબ સિરીઝમાં કામ કરીશ. ભાબીજી ઘર પર હૈ શો વખતે શિલ્પાને વિકાસ સાથે માથાકુટ થતાં શો છોડી દીધો હતો. એન્ટ ટીવી ચેનલના કાર્યક્રમ પ્રમુખ ગુપ્તા વિશે કહેવાય છે કે શિલ્પાને ભાબીજી...માંથી બહારનો રસ્તો દેખાડવામાં તે પણ સામેલ હતો. શિલ્પાએ તે વખતે વિકાસ ગુપ્તા પર ખુબ ગુસ્સો ઠાલવ્યો હતો. પણ બિગ બોસમાં બંને વચ્ચે ફરીથી સમાધાન થઇ ગયું હતું. હવે શિલ્પા ફરીથી વિકાસ સાથે એક વેબ સિરીઝમાં કામ કરશે.

(9:17 am IST)