Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

હવે પછીની ફિલ્મ મારી ઇમેજ બદલી નાંખશેઃ ઝરીન

ઝરીન ખાનની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ૧૯૨૧ને ખાસ સફળતા મળી નથી. જો કે ઝરીને નવી ફિલ્મ 'વન ડે'ની તૈયારી શરૂ કરી દીધી છે. હોરર ફિલ્મ કર્યા બાદ હવે તે આ ફિલ્મમાં ખતરનાક સ્ટંટ કરતી જોવા મળવાની છે. ઝરીને કહ્યું હતું કે હું હમેંશા ટોમબોય જેવી જ હતી. મને એકશન ફિલ્મ કરવાનું ગમે છે, આથી જ મેં આ ફિલ્મ સ્વીકારી છે. જેમાં લોકો મને અલગ જ લૂકમાં જોઇ શકશે. ઝરીના વન-ડેમાં પોલીસ અધિકારીનો રોલ નિભાવી રહી છે. અત્યાર સુધી ગ્લેમરસ અને હોટ અવતારમાં દેખાયેલી ઝરીન હવે વર્દીમાં દેખાશે. તે કહે છે આ ફિલ્મ માટે હું ખુબ ઉત્સાહિત છું. આ ફિલ્મથી મારી ઇમેજ બદલાઇ જશે. ફિલ્મમાં અનુપમ ખેર પણ મહત્વના રોલમાં છે. નિર્દેશન અશોક નંદાનું છે. શુટીંગ આવતા મહિને શરૂ થશે.

(9:17 am IST)