Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

છળકપટ કરતી છોકરીના રોલમાં તાનિયા કાલરા

તાનિયા કાલરા હવે કોનવુમન બનવા જઈ રહી છે. સ્વર્ગીય સિદ્ધાર્થ શુકલા સાથે 'બ્રોકન બટ બ્યુટિફુલ ૩'માં જોવા મળેલી તાનિયા હવે 'ગિરગિટ'માં જોવા મળશે. એમએકસ પ્લેયર અને અલ્ટ બાલાજી પર આ શો આવી રહ્યો છે. જેનું હાલમાં પોસ્ટ-પ્રોડકશનનું કામ ચાલી રહ્યું છે. આ શોમાં તે શમોલીનું પાત્ર ભજવતી જોવા મળશે. તે કન્ટ્રોલ ફ્રીક હોય છે. આ વિશે વાત કરતાં તાનિયાએ કહ્યું હતું કે 'હું આ સિરીઝમાં શમોલીનું પાત્ર ભજવી રહી છું. તે ખૂબ જ છળકપટ કરનારી અને તેના નિર્ણયો પર અડગ રહેતી જોવા મળશે. તેના પ્રેમમાં કોઈ પણ પડી શકે એમ હોય છે. હું છળકપટ કરનારી છોકરીનું પાત્ર ભજવી રહી છું. તેને કોઈ પણ રીતે પૈસા ભેગા કરવાના હોય છે. જેથી તે તેની પ્રાથમિક જરૂરિયાતની સાથે તેના શોખ પણ પૂરા કરી શકે. મેં આ શો જેવું પાત્ર અગાઉ કદી પણ ભજવ્યું નથી.

(9:50 am IST)