Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

દિયા મિર્ઝાએ પ્રથમ વખત તેના પુત્ર અવ્યનનો ચહેરો ફેન્સને બતાવ્યો: પ્રી-મેચ્યોર થઇ હતી ડીલેવરી....

મુંબઈ: દીયા મિર્ઝાએ પહેલી વાર એક ફોટો શેર કર્યો છે જેમાં તેના પુત્રનો સંપૂર્ણ ચહેરો દર્શાવવામાં આવ્યો છે. આ પોસ્ટમાં તેણે પોતાની નવી સફર વિશે જણાવ્યું છે. આ તસવીરમાં પ્રથમ વખત તેમના પુત્રનો ચહેરો સ્પષ્ટ દેખાય છે. અગાઉ, દિયાએ જે પણ અવ્યનની તસવીરો શેર કરી હતી, તેમાં ક્યારેક અવ્યનના હાથ કે પગની ઝલક કે ક્યારેક અવ્યનના રૂમ જોવા મળ્યા હતા. જો કે, હવે 5 મહિના પછી, અભિનેત્રીએ પુત્રનો સંપૂર્ણ ચહેરો બતાવ્યો છે. ભલે ફોટોમાં અવયાનનો ચહેરો ઝાંખો હોય, પણ આ તસવીર પરથી સ્પષ્ટ છે કે દીયાની જેમ તેનો દીકરો પણ ખૂબ જ ક્યૂટ છે.

(5:53 pm IST)