Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણનાં ફૂડ ડાયટ પ્લાનનો ખર્ચો પ્રતિ મહિને રૂપિયા ૧ લાખની આસપાસ છે!

પોતાનો એક ખાસ પ્રાઈવેટ શેફ (રસોઈયો) રાખ્યો છે જે તેમના ડાયટ પ્લાન મુજબ ફૂડ બનાવી આપે છે

મુંબઇ, તા.૧૭: બોલિવૂડ સેલેબ્સ પોતાના અતિવ્યસ્ત શેડ્યુલ દરમિયાન પણ જમવા પર ખાસ ધ્યાન રાખે છે કે જેથી તેમનું શરીર તંદુરસ્તરીતે જળવાઈ રહે. તેઓ શિસ્તબદ્ઘ જીવન જીવવાનું પસંદ કરે છે. આપણે જોયું છે કે મોટાભાગના બોલિવૂડ સેલેબ્સ ૬ પેકસ બોડી બનાવવા માટે ખૂબ ખર્ચો કરે છે. તેઓ બોડીની ચોક્કસ ટ્રેનિંગ, વર્કઆઉટ અને સ્ટ્રિકટ ડાયટ પણ ફોલો કરે છે. ત્યારે જાણીએ બોલિવૂડની સુપરહિટ જોડી રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ફૂડ ડાયટ પાછળ કેટલો ખર્ચો કરે છે?

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણનો ડાયટ પ્લાન તેમની પોષણ સંબંધિત જરૂરિયાત, મેડિકલ હિસ્ટ્રી, ફિટનેસ ગોલ અને સૌથી મહત્વપૂર્ણ એવા સ્વાદના આધારે તૈયાર કરવામાં આવે છે. સૂત્રો મુજબ, આ કપલના ડાયટ પ્લાનનો ખર્ચો પ્રતિમહિને રૂપિયા ૧ લાખની આસપાસ છે! તેમણે પર્સનલ ઓપ્ટિમાઈઝડ ડાયટ સપ્લાય (PODS) નામની એક ફૂડ સપ્લાય એજન્સીને કામ પર રાખી છે જે આ કપલના ૪ કોર્સ મીલ માટે ૯૦,૦૦૦ રૂપિયા પ્રતિમહિને ચાર્જ કરે છે.

એવું પણ જાણવા મળ્યું છે કે રણવીર-દીપિકા પોતાના વ્યસ્ત શેડ્યુલમાં ઘણી વખત બહાર જતા હોવાથી પોતાનો એક ખાસ પ્રાઈવેટ શેફ (રસોઈયો) રાખ્યો છે જે તેમના ડાયટ પ્લાન મુજબ ફૂડ બનાવી આપે છે. જેના માટે તેઓ પોતાના ડાયટ પ્લાન સિવાય દરરોજના ૧૨૦૦૦ રૂપિયા અલગથી ખર્ચ કરે છે.

રણવીર સિંહને ડાયટમાં ભીંડા, ઈંડા અને સ્વીટ પોટેટો પસંદ છે. તે નોનવેજમાં ફિશ ખાવાની પસંદ કરે છે. તે સવારે નાસ્તામાં ઈંડાનો સફેદ ભાગ, તાજા ફળ અને શાકભાજી ખાય છે. આ સિવાય બદામ-અખરોટ અને પ્રોટીન શેક પીવે છે. લંચ અને ડિનરમાં માછલી અથવા ચિકન, ફિશ ખાવાનું પસંદ કરે છે.

દીપિકા પાદુકોણ સવારે ઉઠીને સૌપ્રથમ ૧ ગ્લાસ નવશેકું પાણી પીવે છે અને પછી નાસ્તામાં દૂધ, ઉપમા, ઈંડાનો સફેદ ભાગ, રવા ઢોસા અથવા ઈડલી ખાય છે. જયારે લંચમાં રોટલી, શાકભાજી અને ગ્રિલ્ડ ફિશ ખાવાનું પસંદ કરે છે. સાંજના નાસ્તામાં ફિલ્ટર કોફી સાથે ડ્રાય ફ્રુટ્સ ખાય છે અને ડિનરમાં રોટલી, તાજો ગ્રીન સલાડ, સિઝનલ ફ્રુટ, નારિયેળનું પાણી અને ફળોનો તાજો જયુસ પીવે છે. ડેઝર્ટમાં ડાર્ક ચોકલેટ ખાવાનું પસંદ કરે છે.

(9:55 am IST)