Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

ફરી અભિનય કરવા તૈયાર છે ચાહત ખન્ના

અભિનેત્રી ચાહત ખન્ના અઢી વષૃ પ્હેલા પ્રસ્થાનમ્ ફિલ્મમાં દેખાઇ હતી એ પછી તે ગાયબ થઇ ગઇ હતી. હવે તે ફરીથી અભિનય કરવા તૈયાર થઇ છે. તે કહે છે મારે કામ કરવાની જરૂર છે. લોકો એવું વિચારી રહ્યા છે કે મારી પાસે ઘણા નાણા છે અને મારે હવે કામ કરવાની જરૂર નથી. પરંતુ હું બાળકો સાથે કામમાં વ્યસ્ત હતી અને મારે કામની હજુ જરૂર છે.  અત્યાર સુધી બાળકોની કંપનીમાં વ્યસ્ત રહેતી હતી. મારા માટે પ્રથમ બે ત્રણ વર્ષ ખુબ મહત્વના હતાં. મારા બાળકો હવે શાળાએ જવા માંડ્યા છે. હવે મારી પાસે પુરતો સમય છે. ચોત્રીસ વર્ષની આ અભિનેત્રી કહે છે કોઇ પાસે જઇને કામ માંગવુ એમાં મને જરાય ખોટુ લાગતું નથી. હું કામ કરવા તૈયાર છું. મારે ટીવી, વેબ સિરીઝ કે પછી ફિલ્મો એમ ગમે તે માધ્યમમાં કામ કરવાનું છે. આ માટે હું મારી જાત પર કોઇ દબાણ લાવવા માંગતી નથી. હું તમામ પ્રકારના માધ્યમમાં કામ કરવા તૈયાર છું. 

(9:54 am IST)