Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

મસાલા એકશન ફિલ્મ માટે વરૂણ ધવનની તૈયારી

રૂણ ધવનના ચાહકો ખુબ લાંબા સમયથી તેની ફિલ્મની રાહ જોઇ રહ્યા છે. વરૂણ અને સારા અલી ખાનની ફિલ્મ કુલી નંબર ૧ બનીને તૈયાર છે. આ ફિલ્મ ડિજીટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે તેવી પણ તૈયારી છે. જો કે દિવાળીના તહેવાર સુધી આ માટે રાહ જોવી પડે તેમ છે. વરૂણ હવે નવા પ્રોજેકટ પણ હાથમાં લઇરહ્યો છે. નિર્માતા-નિર્દેશક સાજીદ નડિયાદવાલા સાથે હવે તે એક ફિલ્મ કરશે. આ ફિલ્મનું નામ 'સનકી' રખાયું છે. અગાઉ સાજીદ સાથે વરૂણે જૂડવા-૨ કરી હતી. આ ફિલ્મે વરૂણની તમામ ફિલ્મો કરતાં સોૈથી વધુ કમાણીનો રેકોર્ડ બનાવ્યો હતો. ત્રણ વર્ષ પછી ફરીથી સાજીદ સાથે વરૂણ જોડાયો છે. સનકી એ મસાલા એકશન ફિલ્મ છે. રજત અરોરાએ આ ફિલ્મની સ્ક્રિપ્ટ લખી છે. જે તૈયાર થતાં જ સાજીદ નડિયાદવાલાએ વરૂણને ઓફર કરી હતી. વરૂણે તુરત જ કામ કરવાની હા કહી ડિલ સાઇન કરી લીધી હતી. ફિલ્મનું કામ શરૂ થાય એ પહેલા બે મહિના વરૂણને તૈયારી કરવી પડશે.

(9:22 am IST)