Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

‘તારક મહેતા કા...'ના દયાભાભીના પતિ અને અસિત મોદી વચ્‍ચે પેમેન્‍ટને લઇને મતભેદો સર્જાયા હતા

દિશા વાકાણી વતી તેના પતિ મયુર પડિયાએ કારકિર્દી સંબંધી તમામ નિર્ણયો લેવાનું શરૂ કર્યુ હતું

મુંબઇઃ ટીવીના સૌથી લોકપ્રિય કોમેડી શો તારક મહેતા કા....માં દયાભાભીનું પાત્ર ભજવી દર્શકોમાં લોકપ્રિય થયેલ દિશા વાકાણીને નિર્માતાઓ શોમાં પરત લાવવા વિનંતી કરી રહ્યા છે. 2018માં તેણીએ પુત્રીને જન્‍મ આપ્‍યો હતો. ત્‍યારબાદ મેટરનીટી લીવ લીધા બાદ તે શોમાં પરત ફરી ન હતી.

ટીવીના સૌથી લોકપ્રિય શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયાબેનનું પાત્ર ભજવીને ઘર-ઘર ફેમસ થયેલી દિશા વાકાણી ફરી એકવાર ચર્ચામાં છે. આજે અમે તમને તેમની સાથે જોડાયેલી કેટલીક વાતો જણાવવા જઈ રહ્યા છીએ. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનની ભૂમિકા છોડીને પાંચ વર્ષ વીતી ગયા હોવા છતાં લોકો હજુ પણ તેમને યાદ કરે છે. તેમની કમી મહેસૂસ કરે છે. દિશા વાકાણીએ ગુજરાતી થિયેટર અને હિન્દી ફિલ્મોમાં નાની ભૂમિકાઓથી અભિનયની શરૂઆત કરી હતી, પરંતુ દયાબેનની ભૂમિકાથી તેમને કારકિર્દીમાં મોટું નામ મળ્યું હતું. દયાબેનના પાત્રે દિશા વાકાણીને ઘર-ઘરમાં એટલી પ્રખ્યાત કરી કે આજે પણ લોકો તેને મિસ કરે છે.

પ્રશંસકો નિર્માતાઓને દયાબેન તરીકે દિશા વાકાણીને પરત લાવવા વિનંતી કરી રહ્યા છે અને ઘણી વખત ગુસ્સો વ્યક્ત કરી ચૂક્યા છે. પરંતુ દિશા વાકાણી ક્યારેય 'તારક મહેતા' કે દયાબેનના રોલમાં પરત નહીં ફરે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે દિશા વાકાણીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છોડી દીધા પછી શું થયું?

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયાબેનનું પાત્ર ભજવનાર દિશા વાકાણી ટીવી ઉદ્યોગની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક હતી. પરંતુ આખરે કયા કારણોસર દિશા વાકાણીએ શો છોડ્યો તેનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. વાસ્તવમાં આ સમગ્ર મામલે દિશા વાકાણીના પતિ મયુર પડિયાને જવાબદાર માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે દિશા વાકાણી વતી તેના પતિ મયૂર તેની કારકિર્દી સંબંધિત તમામ નિર્ણયો લેવાનું શરૂ કર્યું હતું. નિર્માતાઓ સાથે શોમાં કામ કરવાનો સમય અને પેમેન્ટ સંબંધિત વાતો પણ કરતા હતા. પરંતુ દિશા વાકાણીના પતિ અને અસિત મોદી વચ્ચે પેમેન્ટને લઈને કેટલાક મતભેદો સર્જાયા હતા. મયૂર જણાવી રહ્યા છે કે તેમની પત્નીના કેટલાક પૈસા બાકી છે, જ્યારે આસિત મોદીએ કહ્યું કે બધું ક્લિયર થઈ ગયું છે.

તમને જણાવી દઈએ કે દિશા વાકાણીએ 2015માં લગ્ન કર્યા હતા. તેમના પતિ મયુર પડિયા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. વર્ષ 2017માં તેણે પુત્રીને જન્મ આપ્યો હતો. તે દરમિયાન તેણે શોમાંથી મેટરનિટી લીવ લીધી હતી, જે પછી તે શોમાં પાછી આવી નથી.

દિશાના પતિને કારણે થઈ ગેરસમજ!

વર્ષ 2019માં એવા અહેવાલો આવ્યા હતા કે નિર્માતા અસિત મોદી દિશા વાકાણીને શોમાં પરત લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ અંગે દિશા વાકાણી અને તેમના પતિ સાથે પણ વાત કરી હતી. પરંતુ અસિત મોદી અને દિશા વાકાણી વચ્ચે ઘણી ગેરસમજ હતી, જેના કારણે પુનરાગમન વધુ મુશ્કેલ બન્યું હતું. એક અહેવાલ મુજબ, અસિત મોદી અને દિશા વાકાણી વચ્ચે ગેરસમજની દીવાલ અભિનેત્રીના પતિ મયુર પડિયાએ ઊભી કરી હતી.

આ બે કારણોસર આસિત મોદી અને દિશા વાકાણીની વાત બગડી?

રિપોર્ટ અનુસાર દિશા વાકાણીના પતિ મયુરે દાવો કર્યો હતો કે અસિત મોદી પર તેમની પત્નીના કેટલાક પૈસા બાકી છે. પરંતુ સંપૂર્ણ સમાધાન હજુ બાકી છે. સાથે જ આસિત મોદીએ કહ્યું કે બધુ સ્પષ્ટ છે. આ બાબતે દિશા વાકાણીના પતિ અને અસિત મોદી વચ્ચે મતભેદો સર્જાયા હતા. બીજી સમસ્યા ત્યારે સર્જાઈ જ્યારે મયુર પડિયાએ આગ્રહ કર્યો કે પત્ની દિશા વાકાણી મહિનામાં માત્ર 15 દિવસ જ કામ કરશે અને તે પણ માત્ર 4 કલાક. પરંતુ અસિત મોદી આ માટે તૈયાર ન હતા. આ દખલગીરીને કારણે અસિત મોદી અને દિશા વાકાણી વચ્ચે મામલો બગડ્યો અને પછી શોમાં પાછા ફરવાનો રસ્તો બંધ થઈ ગયો.

દિશા વાકાણીના પતિ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ

દિશા વાકાણીએ 2015માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મયુર પડિયા સાથે લગ્ન કર્યા હતા. બે વર્ષ પછી એટલે કે 2017માં તેણે દીકરીને જન્મ આપ્યો. લગ્ન પછી દિશા વાકાણીએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં થોડો સમય કામ કર્યું હતું, પરંતુ ડિલિવરી પછી તે મેટરનિટી લીવ પર ગઈ હતી. બાદમાં આસિત મોદીએ દિશા વાકાણીને શોમાં પરત લાવવા માટે ઘણી વખત પ્રયાસ કર્યા હતા. દરમિયાન, કોવિડ મહામારી ફેલાઈ અને દિશા વાકાણીએ તેની પુત્રીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શૂટિંગમાં પાછા ફરવાનો ઇનકાર કર્યો.

દિશા વાકાણીએ શો છોડ્યા બાદ અસિત મોદીએ કહી હતી આ વાત

આ અંગે અસિત મોદીએ જણાવ્યું હતું કે, 'લગ્ન પછી દિશા વાકાણીએ થોડો સમય કામ કર્યું અને પછી મેટરનીટી બ્રેક લીધો. દિશાએ ક્યારેય શો છોડ્યો નથી. અમે તેણીના પાછા ફરવાની અપેક્ષા રાખી હતી. પરંતુ ત્યારબાદ કોરોના મહામારી ફેલાઈ ગઈ. તે સમયે શૂટિંગ પર ઘણા નિયંત્રણો અને નિયમો હતા. અમે ખૂબ જ સાવચેતી સાથે શૂટિંગ કરી રહ્યા હતા, તેમ છતાં દિશા શૂટ પર પાછા ફરતા ડરી ગઈ હતી.

(4:21 pm IST)