Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

હર્લિન સેઠી સીબીઆઇ ઓફિસર શર્મિલાના રોલમાં

લોકડાઉનમાં લોકોએ ઘરમાં રહીતે સોૈથી વધુ મનોરંજન ઓનલાઇન માણ્યું હતું. ડિજીટલ પ્લેટફોર્મ પર સોૈથી વધુ વેબ સિરીઝ જોવાઇ હતી. એ સમયમાં અમુક વેબ સિરીઝ, ફિલ્મો કે શોર્ટ ફિલ્મો એવી પણ સામે આવી હતી જેના શુટીંગ ઘરબેઠા થયા હતાં. આ કાર્યક્ષમતાને કલાકારોએ દુનિયા સમક્ષ મુકી હતી. વૂટ સિલેકટ પર આવેલી મિસ્ટરી થ્રિલર સિરીઝ 'ધ ગોન ગેમ' પણ લોકડાઉનમાં શૂટ કરવામાં આવી હતી અને રિલીઝ કરવામાં આવી હતી. સંજય કપૂર, શ્રીયા પીલગાંવકર, અર્જુન માથુર, શ્વેતા ત્રિપાઠી, રૂખ્સાર રહેમાન અને ઇન્દ્રનીલ સેનગુપ્તા તથા લુબ્ના સલિમની મુખ્ય ભુમિકા હતી. હવે આ શોની બીજી સિઝનનું શુટીંગ શરૂ થશે. પહેલી સિઝન જ્યાં પુરી થઇ ત્યાંથી જ કહાની આગળ વધશે. બીજી સિઝનમાં અગાઉના કલાકારોની સાથે બ્રોકન બટ બ્યુટીફુલ ફેઇમ હર્લિન સેઠીને સીબીઆઇ ઓફિસર શર્મિલા સંગમાનો રોલ મળ્યો છે. ઓફિસર શર્મિલા કઇ રીતે કેસ ઉકેલે છે તે જોવા મળશે.

(10:09 am IST)