Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

હવે મહાભારતનું આ પાત્ર ભજવશે શાહિદ કપૂર

મુંબઈ: બોલીવુડના ચોકલેટ હીરો શાહિદ કપૂર આજકાલ તેની આગામી ફિલ્મ જર્સીને લઈને ચર્ચામાં છે. તે પછી એક્ટર રાકેશ ઓમપ્રકાશ મેહરાની મેગા બજેટ ફિલ્મમાં દેખાઈ શકે છે. સમાચારો અનુસાર બોલિવૂડ અભિનેતા શાહિદ કપૂરે તેના આગામી પ્રોજેક્ટ માટે ફિલ્મ નિર્માતા રાકેશ ઓમપ્રકાશ મેહરા સાથે હાથ મિલાવ્યા છે. રાકેશ ઓમપ્રકાશ મેહરાની ફિલ્મ મહાભારતમાં શાહિદ કપૂર કરણની આઇકોનિક ભૂમિકા ભજવતા જોવા મળી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં કર્ણની ભૂમિકા સૌથી મહત્વની રહેશે. આ ફિલ્મની વાર્તા ફક્ત કર્ણના દ્રષ્ટિકોણથી રજૂ કરવામાં આવશે. જો કે, આ ફિલ્મ વિશે હજી વધુ માહિતી મળી શકી નથી. નોંધપાત્ર વાત એ છે કે કબીરસિંહની અપાર સફળતા બાદ શહીદ કપૂર બોલિવૂડના સ્ટાર એક્ટર્સમાં સ્ટાર બની ગયો છે. અભિનેતાએ હાલમાં જર્સી ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું છે.

(6:13 pm IST)