Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

ત્રણ ફિલ્મોને કારણે વર્ષના પ્રારંભથી જ વ્યસ્ત બની સાન્યા

ગયા વર્ષે ઓનલાઇન રિલીઝ થયેલી બે ફિલ્મો લુડો અને શકુંતલાદેવીમાં મહત્વની ભુમિકાથી ધ્યાન ખેંચનારી સાન્યા મલ્હોત્રા નવા વર્ષના પ્રારંભથી જ વ્યસ્ત બની ગઇ છે. હાલમાં તેની પાસે મિનાક્ષી સુંદરેશ્વર, પગલેટ અને લવ હોસ્ટેલ નામની ફિલ્મો છે. સાન્યાએ કહ્યું હતું કે ગયા વર્ષે પણ હું મારા કામને કારણે વ્યસ્ત હતી. આવ ખતે પ્રારંભથી જ ભરપુર કામ છે. મારી ત્રણ ફિલ્મોની જાહેરાત થઇ ચુકી છે એ કારણે હું નસિબદાર પણ છું. લુડો અને શકુંતલાદેવીનું મારું કામ ચાહકોને ગમ્યું હતું. મારી સફર ખુબ સંતોષકારક રહી હતી. હવે નવા વર્ષમાં હું મોટી ફિલ્મો કરી રહી છું. આ કારણે મારી જાતને નસિબદાર સમજી રહી છુ. એક પછી એક આ ત્રણેય ફિલ્મોનું શુટીંગ શરૂ કરવાની છું. બોલીવૂડમાં સાન્યાએ   ચાર વર્ષ પહેલા આમિર ખાનની દંગલથી કારકિર્દી શરૂ કરી હતી. એ પછી તે સિક્રેટ સુપરસ્ટાર, પટાખા, બધાઇ હો, ફોટોગ્રાફ, સહિતની ફિલ્મો કરી ચુકી છે અને અભિનય ક્ષમતા દેખાડી ચુકી છે. 

(9:50 am IST)