Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

ફિલ્મો-ટીવીનો અભિનેતા સમીર બન્યો નિર્દેશક

'માય બર્થડે સોંગ' થકી નિર્દેશનની દુનિયામાં કદમ માંડી રહેલો ટીવી અને ફિલ્મોનો અભિનેતા સમીર સોની પોતાની આ ફિલ્મ બાબતે ખુબ જ આતુર છે. તે કહે છે એક દિગ્ગજ ફિલ્મ નિર્માતા કરણ જોહરે મને આ ફિલ્મનું નિર્દેશન કરવા પ્રોત્સાહિત કર્યો હતો. સમિરે કહ્યું હતું કે અભિનયમાંથી અચાનક નિર્દેશન ક્ષેત્રે આવવાની પ્રક્રિયા સ્વાભાવિક રહી છે. મેં કરણ જોહરની કહાની સંભળાવી તે સાથે જ કરણે કહ્યું હતું કે સમીર તું પોતે જ આ ફિલ્મનું નિર્દેશન કર. ધર્મા પ્રોડકશન આ ફિલ્મને નહિ બનાવી શકે, કારણ કે આ ડાર્ક ફિલ્મ છે. ફિલ્મમાં અભિનેત્રો નોરા ફતેહી છે. સમીર સોનીએ ફિલ્મી કારકિર્દીની શરૂઆત ચાઇના ગેટ ફિલ્મથી કરી હતી. જેમાં મમતા કુલકર્ણી તેની હિરોઇન હતી. પણ સમીરને ઓળખ બાગબાન ફિલ્મથી મળી હતી. જેમાં અમિતાભ બચ્ચનાના દિકરાનો રોલ નિભાવ્યો હતો. કાલથી તેની આ ફિલ્મ આવી રહી છે.

(10:19 am IST)