Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

બોયફ્રેન્ડ ટાઇગર સાથે રજા માણી દિશા પટાનીએ

બોલીવૂડ અભિનેત્રી દિશા પટાની પોતાની હોટનેસને કારણે સતત ચર્ચામાં રહે છે. પોતાના રિયલ લાઇફ ખાસ મિત્ર ટાઇગર શ્રોફ સાથે તે બાગી-૨માં પણ કામ કરી રહી છે. તાજેતરમાંઆ બંને સાથે ફરવા માટે ગયા હતાં. દિશાએ કેટલીક તસ્વીરો પોસ્ટ કરી હતી. જેમાં તે ખુબ જ હોટ દેખાઇ રહી હતી. દિશાએ ૨૦૧૬માં ફિલ્મ ધોની-ધ અનટોલ્ડ સ્ટોરી થકી બોલીવૂડમાં અભિનય કારકિર્દી શરૂ કરી હતી. ત્યાર બાદ કુંગ ફૂ યોગા નામની ફિલ્મમાં કામ કર્યુ હતું. દિશાની સ્માઇલ અને તેનો અંદાજ તેના ચાહકો ખુબ પસંદ કરે છે. દિશાના ૮.૫ મિલીયન ફોલોઅર્સ ટ્વિટર પર છે. ઉત્તર પ્રદેશના બરેલીમાં જન્મેલી દિશાએ પ્રારંભે ૨૦૧૫માં તેલુગુ ફિલ્મ લોફરમાં કામ કર્યુ હતું. હવે બાગી-૨માં જોવા મળશે.

(10:19 am IST)