Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

અમિતાભ બચ્ચનની ફિલ્મ પિન્કને પુરા થયા 4 વર્ષ : કલાકારોએ યાદ કર્યા શૂટિંગના દિવસો

મુંબઈ: કોર્ટ રૂમ ડ્રામા ફિલ્મ 'પિંક'ને આજે રજૂ થયાના ચાર વર્ષ પૂરા થયા છે, પ્રસંગે અભિનેતા તાપ્સી પન્નુ, અભિનેતા અંગદ બેદી, અભિનેત્રી કીર્તિ કુલ્હારી અને અન્ય કલાકારો શૂટિંગના દિવસો ને યાદ કર્યા હતા. ફિલ્મનું દિગ્દર્શન અનિરુધ રોયે કર્યું છે. ફિલ્મમાં મહિલાઓની પસંદગીઓ વિશે એક સામાજિક સંદેશ આપવામાં આવ્યો છે. તે સમયે, ફિલ્મનો 'નો મીન્સ નહીં' સંવાદ પણ ખૂબ પ્રખ્યાત થયો.તાપસી પન્નુ, અંગદ બેદી, કીર્તિ કુલ્હારીએ તેમની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફિલ્મના કેટલાક દ્રશ્યો શેર કર્યા છે. અંગદે લખ્યું, "તે આજે 16 સપ્ટેમ્બરે રીલીઝ થયું હતું. ફિલ્મે માત્ર સમાજ નહીં, પણ આપણું જીવન બદલી નાખ્યું છે. ફિલ્મ માટે અમિતાભ બચ્ચન સર અને સુજિત શ્રીકાર દા નો આભાર. આગળ જતાં 'ના મિન્સ ના 'એક આંદોલન બન્યું. "

(5:00 pm IST)