Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

જેને ન્‍યાય ન આપી શકાય તેવો રોલ નહિ કરું: વિજય

હૈદરાબાદમાં જન્‍મેલા વિજય વર્માએ અભિનયની દુનિયામાં પોતાની અલગ ઓળખ ઉભી કરી લીધી છે. ૨૦૧૨માં ચિત્તાગોંગ ફિલ્‍મથી શરૂઆત કરનાર વિજયએ રંગરેઝ, ગેંગ ઓફ ઘોસ્‍ટ, પિન્‍ક, મોનસૂન શૂટઆઉટ, ગલ્લીબોય, બાગી-૩, યારા સહિતની ફિલ્‍મો કરી છે. હાલમાં જ તેની ફિલ્‍મ ડાર્લિંગ્‍સ રિલીઝ થઇ છે. એ સુટેબલ બોય, શી, મિરઝાપુર, ઓકે કોમ્‍પ્‍યુટર સહિતના વેબ શોમાં તેણે જબરદસ્‍ત કામ કર્યુ છે. આલિયા ભટ્ટ અને શેફાલી શાહની હાજરી વચ્‍ચે પણ ડાર્લિંગ્‍સ ફિલ્‍મ માટે વિજયના ભરપુર વખાણ થઇ રહ્યા છે. વિજય કહે છે કે હવે કામ મારી પાસે આવે છે અને હું તેને પસંદ કરી શકુ છું. પરંતુ હું એમ નથી કરતો. હું એવો રોલ નહિ કરું જેને હું ન્‍યાય ન આપી શકું. મેં મારું એક્‍ટર બનવાનું સપનું પુરું કરવા મારા પરિવારને તોડવાની કિમત ચુકવીને પુરુ કર્યુ છે. જો કે હવે એ લોકો ખુશ છે. હું ઘરેથી ભાગ્‍યો હતો ત્‍યારે કહેવાયું હતું કે તું કંઇ શાહરૂખ ખાન નથી.  વિજયએ કરીના કપૂર સાથે પણ એક ફિલ્‍મ કરી છે.  

(10:34 am IST)