Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

પ્રખ્યાત તમિલ અભિનેતા આનંદ કન્નનનું નિધન: 48 વર્ષની ઉંમરે લીધો અંતિમ શ્વાસ

મુંબઈ: તમિલ અભિનેતા અને વીડિયો જોકી આનંદ કન્નનનું 48 વર્ષની વયે નિધન થયું. સોમવારે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનથી તમિલ ફિલ્મ ઉદ્યોગમાં શોકની લહેર છે. કન્નન થોડા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા. આનંદના નજીકના મિત્ર અને નિર્દેશક વેંકટ પ્રભુએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે. અભિનેતાની તસવીર શેર કરતા વેંકટે લખ્યું- 'એક મહાન મિત્ર, એક મહાન વ્યક્તિ હવે નથી. #RIPAanandaKannan,

(5:01 pm IST)