Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

'બેલ બોટમ'ને પ્રોત્સાહક પ્રતિસાદઃ એડવાન્સ બુકીંગ ફુલ

ફિલ્મ ૧૯ ઓગષ્ટે થિયેટરોમાં રીલીઝ થવાની છે

મુંબઇ, તા., ૧૭: અક્ષયકુમારની આવનારી ફિલ્મ બેલ બોટમની આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે. આ ફિલ્મ ૧૯ ઓગષ્ટે થિયેટરોમાં રીલીઝ થવાની છે. જો કે મહારાષ્ટ્રમાં થિયેટરો ખોલવાની મંજુરી નથી મળી તેમ છતા ભારતના બાકીના મોટા શહેરોમાં કેટલાક નીતી નિયમો અંતર્ગત થિયેટરો ખોલવાની મંજુરી આપવામાં આવી છે. 

એક અહેવાલ મુજબ દિલ્હી, કોલકતા, હૈદરાબાદ, બેંગલુરુ અને અમદાવાદ જેવા શહેરોમાં આ ફિલ્મનું એડવાન્સ બુકીંગ ફુલ થઇ ચુકયું છે. હજી મોટા ભાગના શહેરોમાં થિયેટરોને માત્ર પ૦ ટકા ક્ષમતા સાથે ખોલવાની મંજુરી આપવામાં આવી છે. આવામાં ફિલ્મને રીલીઝ કરવી એ ખોટમાં જવાનું જોખમ છે. એ વિશે અક્ષયકુમારે કહયું હતું કે એ એક પડકારજનક જોખમ છે. પણ જો જીંદગીમાં જોખમ નહી લીધું તો તમે શું કર્યુ ? એટલે એ ફિલ્મને રીલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જો કે મહારાષ્ટ્રમાં હજી પણ થિયેટરોને બંધ રહેવા પર અક્ષયકુમારે કહયું હતું કે આ એક જુગાર છે અને કોઇકને કોઇક તો એ રમવો પડશે. એમે આગળ વધવા ડગ માંડયા છે અને મને વિશ્વાસ છે કે અમે એમાં સફળ થઇશું.

અક્ષયકુમારની બેલ બોટમમાં વાણી કપુર, લારા દતા અને હુમા કુરેશી મુખ્ય ભુમીકામાં છે. એ ફિલ્મ સત્ય ઘટના પર આધારીત છે અને એનું ટ્રેલર લોકોએ ઘણુ પસંદ કર્યુ હતું.

(3:36 pm IST)