Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

દશેરા પર આવશે શહેનાઝની ફિલ્મ

ઇન્ડસ્ટ્રીમાં એવા અનેક કલાકારો છે જે વેસ્ટર્ન અને ટ્રેડિશનલ એમ દરેક પ્રકારના લૂકમાં ચાહકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહે છે. પંજાબની કેટરીના એટલે કે શહેનાઝ ગિલ કોૈર પણ આવી જ અભિનેત્રી છે. તે પોતાના આકર્ષક અને બોલ્ડ દેખાવને કારણે વારંવાર ચર્ચા જગાવતી રહે છે. તાજેતરમાં તેણે કેટલીક તસ્વીરો થકી ઇન્ટરનેટ પર આગ લગાડી દીધી હતી. બબલી ગર્લ શહેનાઝ ગીલ શોર્ટ સ્ટ્રાપ ડ્રેસમાં જોવા મળહતી. તેનો લૂક સુંદર અને બોલ્ડ પણ હતો. શહેનાઝે કાતિલ અંદાજ સાથે તમામ પોઝ આપ્યા હતાં. શહેનાઝ ગીલ કોૈર વચ્ચે મ્યુઝિક આલ્બમમાં જોવા મળી હતી. હવે ચાહકો તેની ફિલ્મની રાહ જોઇ રહ્યા છે. શહેનાઝ પંજાબી ફિલ્મ 'હોૈસલા રખ'માં મુખ્ય ભુમિકામાં છે. જેમાં તેની સાથે દિલજીતસિંહ દોસાંજ, સોનમ બાજવા, ગિપ્પી ગરેવાલ સહિતના કલાકારો છે. આ ફિલ્મ દશેરા પર આવશે.

(10:12 am IST)