Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

કદી ન ભજવ્યું હોય એવા પાત્રમાં તનિષ્ઠા

અભિનેત્રી તનિષ્ઠા ચેટરજી  વેબ સિરીઝ માટે તૈયારી કરી રહી છે. તે એકશન ડ્રામા સિરીઝ કાર્ટેલમાં આકરા અવતારમાં જોવા મળવાની છ. તેણે 'એન્ગ્રી ઇન્ડિયન ગોડેસિસ', 'પાર્ચ્ડ' અને 'અનઇન્ડિયન' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તનિષ્ઠાની આ સિરીઝ વીસમી ઓગષ્ટના રોજ અલ્ટ બાલાજી પર રિલીઝ થવાની છે. તે આ સિરીઝાં રોમીલા નામનું એક પાત્ર ભજવી રહી છે. જે લેખિકા છે. તેની સાથે જિતેન્દ્ર જોશી પણ જોવા મળશે. એક સીકવન્સમાં તનિષ્ઠા પોલ ડાન્સ કરતી પણ જોવા મળવાની  છે. પોતાના રોલ વિશે તષ્ઠિાએ કહ્યું હતું કે રોમિલા ખૂબ જ આક્રમક છે. તે પોતાનું અલગ શરીર, માઇન્ડ અને સેકસ્યુઅલિટી ધરાવે છે. બહારથી દેખાતી તેની સ્ટ્રેંગ્થની પાછળ કેટલીક ન દેખાય એવી અસ્વીકાર્યની ભાવના છે. આ કોમ્પ્લેકસ મિશ્રણવાળું રોમિલાનું પાત્ર ભજવવા તરફ હું આકર્ષિત થઇ છું. હું એવાં પાત્રો ભજવવામાં રસ ધરાવું છું જે મેં કદી પણ ન ભજવ્યા હોય. હું જે ખરી વ્યકિત છું એના કરતાં રોમિલા એકદમ અલગ છે. મારા માટે પોલ ડાન્સિંગ પણ એક આકર્ષણ છે.

(10:12 am IST)