Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

જેનિફરને કારણે શુટીંગ અટકી ગયું

ટીવી પરદાની સુંદરી જેનીફર વિન્ગેટ વેબ સિરીઝ કોડ એમમાં સૈન્ય અધિકારીના પાત્રમાં જોવા મળી હતી. તેના આ પાત્રને ચાહકોએ ખુબ પસંદ કર્ય હતું. કોડ એમ સિરીઝ પણ દર્શકોને ગમી હોઇ નિર્માતા હવે તેની બીજી સિઝન આપી રહ્યા છે. બીજી સિઝનનું શુટીંગ શરૂ થવાની તૈયારીઓ પણ થઇ ચુકી હતી. પરંતુ જેનિફર વિન્ગેટ કોરોના પોઝિટિવ થઇ જતાં શુટીંગ અટકાવવું પડ્યું હતું. ગયા મહિને વેબ સિરીઝ કોડ એમની બીજી સિઝનના શુટીંગમાં ભાગ લેવા જેનિફર તૈયાર થઇ ગઇ હતી. પણ શુટીંગ શરૂ કરે એ પહેલા કોરોના ટેસ્ટ કરાવતાં તે પોઝિટિવ આવ્યો હતો. આ પછી તે તરત જ કવોરન્ટાઇન થઇ ગઇ હતી. કોડ એમમાં જેનિફરે મેજર મોનિકા મહેરાનો રોલ ભજવી વાહવાહી મેળવી હતી. સાથે તનુજ વિરવાની, રજત કપૂર, સિમા બિશ્વાસ, મધુરિમા રોય સહિતના કલાકારો હતો. એકતા કપૂર નિર્મિત આ સિરીઝ અલ્ટ બાલાજી અને ઝીફાઇવ પર રિલીઝ થશે.

(10:11 am IST)