Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

સાઉથની સુપરહિટ ફિલ્મ 'KGF ચેપ્ટર 2' હવે OTT પર થશે ઉપલબ્ધ

મુંબઈ: સાઉથનો સુપરસ્ટાર યશ હાલમાં તેની ફિલ્મ 'KGF ચેપ્ટર 2' માટે ચર્ચામાં છે. આ ફિલ્મે ઘણા રેકોર્ડ તોડ્યા છે, હવે આ જ ફિલ્મ ચાહકો માટે OTT પ્રાઇમ વીડિયો પર પણ જોવા માટે ઉપલબ્ધ હશે.ફિલ્મ KGF ચેપ્ટર 2 હવે ચાહકો પ્રાઇમ વિડિયો પર જોઈ શકે છે, તે OTT પ્લેટફોર્મ પ્રાઇમ વીડિયો પર મૂવી રેન્ટલ સાથે જોઈ શકાય છે.ચાહકો 199 રૂપિયા ચૂકવીને ઘરે બેસીને પ્રાઈમ પર સીધી ફિલ્મ જોઈ શકે છે, પછી ભલે તે યુઝર્સ પ્રાઇમના સભ્ય હોય કે ન હોય. આ ફિલ્મ SDમાં પાંચ ભાષાઓમાં ઉપલબ્ધ થશે.

 

(8:04 pm IST)