Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં નેગેટિવ રોલમાં નજરે પડશે મૌની રોય

મુંબઈ: ટીવીની દુનિયામાં જાણીતી નાગિનનું પાત્ર ભજવનાર અભિનેત્રી મોની રોય ટૂંક સમયમાં ફિલ્મમો ડેબ્યુ કરવાની છે. મોની અભિનેતા અક્ષય કુમાર સાથે ફિલ્મ 'ગોલ્ડ'થી ડેબ્યુ કરવાની છે. જયારે બીજી તરફ તેને ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં નેગેટિવ રોલ માટે પસંદ કરવામાં આવી છે.  અયાન મુખરજીના નિર્દેશનમાં બનનાર ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં તેનું નામ જાહેર કરવમાં આવ્યું છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને રણવીર કપૂર નજરે પડશે. આ ઉપરાંત અમિતાભ બચ્ચન આ ફિલ્મમાં જોવા મળશે.

(9:01 pm IST)