Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

પહેલી જ ફિલ્મથી લોકોને 'આશિક' બનાવનારી હીરોઇન આજે કેવી લાગે છે

'ધીરે ધીરે સે મેરી જિંદગી મેં આના' ગીત સાંભળતા જ તમને આશિકી ફિલ્મ યાદ આવી જશે. આ ફિલ્મે ૧૯૯૦માં લોકોને પ્રેમ કરવાનો એક નવો જ અંદાજ શિખવ્યો હતો. આ ફિલ્મની હિરોઈન અનુ અગ્રવાલે ગ્લેમરની દુનિયા છોડીને કેમ જતી રહી? જાણો. પડદા પર આશિકીનો જાદુ પાથરનારી દિલ્હીની અનુ અગ્રવાલ દિલ્હી યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્રમાં અભ્યાસ કરી ચૂકી છે. અભ્યાસમાં અનુને ગોલ્ડ મેડલ મળ્યો હતો, પરંતુ ત્યાર બાદ તેનો રસ મોડલિંગ તરફ થયો.

અનુ અગ્રવાલે ડેબ્યુ ફિલ્મથી નહીં પરંતુ ટીવી પડદે કર્યું હતું. જે દુરદર્શનની સીરિયલ 'બહાને'માં જોવા મળી હતી જે ૧૯૮૮માં આવી હતી. ત્યાર બાદ તેને મહેશ ભટ્ટે 'આશિકી' ફિલ્મમાં પહેલો બ્રેક આપ્યો હતો. આ ફિલ્મે અનુને રાતો રાત સ્ટાર બનાવી દીધી. ફિલ્મ 'આશિકી' બાદ અનુ 'કિંગ અંકલ', 'રિટર્ન ઓફ જવેલ થીફ', 'ગજબ તમાશા', 'ખલનાયિકા' જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. તેની છેલ્લી ફિલ્મ ૧૯૯૬માં આવી હતી જેનું નામ 'રિટર્ન ઓફ જવેલ થીફ' હતું. આ સુપર ફ્લોપ ફિલ્મો બાદ અનુ ફિલ્મોથી દૂર થઈ ગઈ હતી.

૧૯૯૯માં એક અકસમાત થયો જેમાં તે ૨૯ દિવસ કોમામાં રહી હતી. ૨૯ દિવસ બાદ જયારે હોશ આવ્યો તો તે પોતાને ભૂલી ચૂકી હતી. યાદશકિત ભૂલી ચૂકેલી અનુમાટે આ પુનઃજન્મ હતો. આ વાતનો ખુલાસો તેણે પોતાની બાયોગ્રાફી 'અનયુઝવલ- મેમોડર ઓફ અ ગર્લ હુ કેમ બેક ફ્રોમ ડેડ'માં જણાવી હતી. આ બુક તેણે ૨૦૧૫માં લખી હતી. અનુએ પોતાની તમામ મિલકત દાન આપી સંન્યાસનો માર્ગ અપનાવી લીધો છે.

ફિલ્મી દુનિયા છોડીને અનુએ યોગ અને અધ્યાત્મક તરફ વળી. લગભગ ૩ વર્ષની સારવાર બાદ હવે તે પહેલા કરતા સારું જીવન જીવી રહી છે. લાંબો સમય સુધી મીડિયાથી દૂર રહેતી અનુ હવે સોશિયલ મીડિયા પર એકિટવ થઈ છે. હાલમાં તે બાળકોને યોગ શિખવી રહી છે.

(12:45 pm IST)