Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

ગલીબોયમાં કલ્કીને પણ મહત્વનો રોલ

નિર્દેશક જોયા અખ્તરની ફિલ્મ ગલીબોયમાં બોલીવૂડની એક નવી જોડી પણ જોવા મળશે. આ જોડી રણવીરસિંહ અને આલિયા ભટ્ટની છે. સાથે અભિનેત્રી કલ્કી કોચલીન પણ મહત્વના રોલમાં જોવા મળશે. કલ્કીએ અનેક ફિલ્મો તથા શોર્ટ ફિલ્મો અને ડોકયુમેન્ટ્રી ફિલ્મો કરી છે. આ ફિલ્મમાં તે રેમ્પ કરતી જોવા મળશે.  રિતેશ સિધ્ધવાની અને ફરહાન અખ્તરની એકસેલ એન્ટરટેઇનમેન્ટ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી આ ફિલ્મમાં જોયા અખ્તર સહનિર્માત્રી છે. યે જવાની હૈ દિવાનીમાં રણબીર કપૂર સાથે કલ્કી કામ કરી ચુકી છે. હવે રણવીર સિંહ સાથે તે જોવા મળશે.

(10:09 am IST)