Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

70 વર્ષના થયા અભિનેતા કબીર બેદી: જાણો જીવન સાથે જોડાયેલ ખાસ વાતો

મુંબઈ: બૉલીવુડ અભિનેતા કબીર બેદી આજે પોતાનો 70મોં જન્મદિવસ ઉજવી રહ્યા છે.આ અવસર પર અમે તમને તેમના જીવનની ખાસ વાતો જનવાઈએ છીએ

અભિનેતા કબીર બેદીનો જન્મ 16 જાન્યુઆરી 1946માં થયો હતો. તેમના પિતા બાબા પ્યારે લાલા સિંહ બેદી એક લેખક હતા. તેમની માતા ફ્રીડા બેદી ઇંગ્લેન્ડના ડર્બીથી હતા. તે તબબતી બૌદ્ધ ધર્મ આપનાર પહેલી મહિલા હતી. તેમને સ્કૂલનું શિક્ષણ નેનીતાલમાં પૂરું કર્યું. દિલ્હીના સેન્ટ સ્ટીફન કોલેજમાં સ્નાતકની પદવી મેળવી. અભિનેતા કબીર બેદીની બૉલીવુડ કેરિયરની શરૂઆત ઓ.પી રલહનની ફિલ્મ 'હલચલ'થી થઇ હતી. કબીર બેઈડ તેમના લવ અફેર્સ ના લીધે ઘણાં ચર્ચમાં રહ્યા છે. તેમના પહેલા લગ્ન ડાન્સર પ્રોતિમાથી થયા હતા. જેનાથી તે ત્રણ બાળકના પિતા છે. ત્યાર પછી અભિનેત્રી પરવીન બાબી સાથે લવ રિલેશનશિપના લીધે પણ તે ચર્ચામાં રહ્યા. વર્ષ 1997માં સિજોફ્રીનીયા નામની બીમારી પીડાતા પુત્રએ આત્મહત્યા કરી લેતા તેના આઘાતમાં પત્ની પ્રોતિમાનું નિધન થયું.કબીર બેદીએ બીજા લગ્ન બ્રિટિશ ફેશન ડિઝાઈનર સુસેન હમ્ફ્રેસથી કર્યા. જેનાથી તેમને એક પુત્રી છે. જેનું નામ એડમ છે. તે ઇન્ટરનેશનલ મોડેલ છે. થોડા સમય પછી બીજી પત્નીથી તેમને તલાક લઇ લીધા અને વર્ષ 1990માં ત્રીજા લગ્ન ટીવી અને રેડિયો પ્રેજેન્ટર નીક્કી સાથે કર્યા. પરંતુ 2005માં તેમના સંબંધમાં કડવાશ આવી જતા જુદા થઇ ગયા. ત્યાર પછી કબીર બેદીએ બ્રિટિશ મૂળની અભિનેત્રી તથા મોડેલ પરવીન દુસાંજ સાથે ચૌદ લગ્ન કર્યા જે તેમની પુત્રી પૂજા બેદીથી ચાર વર્ષ નાની છે.

(5:23 pm IST)