Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

'લવરાત્રી'ના હીરો આયુષે ઉજવી સંક્રાંતઃ પાત્ર માટે કરી રહ્યો છે ભરપુર મહેનત

સલમાન ખાનના બેનરની આ ફિલ્મમાં આયુષ બન્યો છે ગુજરાતી છોકરોઃ મુખ્ય હિરોઇનની હવે થશે પસંદગી

મુંબઇઃ આયુષ શર્મા સલમાન ખાન ફિલ્મ્સ બેનરની 'લવરાત્રી' થકી બોલીવૂડમાં એન્ટ્રી કરી રહ્યો છે. આ ફિલ્મના પોતાના રોલ માટે આયુષે ગુજરાતની મુલાકાત લઇ સ્થાનિક સંસ્કૃતિની સમજ મેળવી હતી. ગુજરાતની પૃષ્ઠભૂમિ પર આ ફિલ્મ આધારીત  છે. જેમાં આયુષ ગુજરાતી યુવાનના રોલમાં છે. આ એક પ્રેમકહાની છે. આયુષ પોતાના પાત્રમાં ઢળવા માટે ખાસ તૈયારી કરી રહ્યો છે. તાજેતરમાં તેણે ગુજરાતીઓના સોૈથી  પ્રિય તહેવાર ઉતરાયણની ઉજવણી પણ કરી હતી. આયુષે તલના લાડુ ખાઇને લોકો સાથે ઉત્સાહથી પતંગો ઉડાડી હતી.

લવરાત્રીનું લેખન નિરેન ભટ્ટે કર્યુ છે. જે એક જાણીતા ગુજરાતી લેખક અને પટકથા લેખક છે. જે ભાવનગરમાં જન્મેલા છે અને હાલ મુંબઇ રહે છે. નિર્દેશન અભિરાજ મિનાવાલા કરશે. આ ફિલ્મ માટે મુખ્ય અભિનેત્રીની પસંદગી હજુ બાકી છે.

(4:16 pm IST)