Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

રણવીરની એનર્જી સિમ્બા માટે ખુબ ઉપયોગીઃ રોહિત

રોહિત શેટ્ટી મોટે ભાગે અજય દેવગણ સાથે ફિલ્મો બનાવતો આવ્યો છે. પણ હવે તે બીજા સ્ટારને પણ લઇને ફિલ્મ બનાવે છે. રણવીર સિંહ સાથે તે સિમ્બા નામની ફિલ્મ બનાવી રહ્યો છે. જેમાં રણવીર સિંહ પોલીસના રોલમાં છે. તેનો દેખાવ રામ-લખનના અનિલ કપૂર જેવો છે. બીજી તરફ આ ફિલ્મની તુલના સલમાન ખાનની દબંગ સાથે થવા માંડતા રોહિતે સ્પષ્ટતા કરી હતી કે મને એ ખબર નથી પડતી કે આ પ્રકારની તુલાન કઇ રીતે શરૂ થઇ જાય છે. અમે સિંઘમ બનાવતાં હતાં ત્યારે પણ લોકોએ અમે દબંગ જેવી ફિલ્મ બનાવી રહ્યાની વાતો વહેતી કરી હતી. બંને ફિલ્મોને મિકસ કરવાની કોઇ બાબત જ નથી. સિમ્બાની સ્ટોરી અને ટોન બિલકૂલ અલગ છે. સિમ્બા પોતાની અલગ ઓળખ ઉભી કરશે. સ્ક્રિપ્ટ જ એવી હતી કે તેના માટે રણવીર સિંહ બેસ્ટ હતો. રણવીરની એનર્જી આ ફિલ્મ માટે ખુબ ઉપયોગી છે. ૨૮મી ડિસેમ્બરે ફિલ્મ રિલીઝ થશે. 

(10:09 am IST)