Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

શ્રધ્ધા કપૂર ખુશ છે રાજકુમાર સાથેની ફિલ્મથી

રાજકુમાર રાવ અને શ્રધ્ધા કપૂર હોરર કોમેડી ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મનું નામ 'સ્ત્રી' રખાયું છે. રાજકુમારે એક તસ્વીર પોસ્ટ કરી હતી અને કેપ્શનમાં લખ્યું હતું કે હવે અમારી પાસે ફિલ્મનું નામ છે. હોરર કોમેડી ફિલ્મ સ્ત્રીનું શુટીંગ શરૂ થઇ ગયું છે. શુટીંગનું કામ ખુબ જ રોમાંચક હશે. અમર કોૈશિક દ્વારા નિર્દેશીત આ ફિલ્મનું લેખન રાજ અને ડીકેએ કર્યુ છે. દિનેશ વિજન, રાજ તથા ડીકે આ ફિલ્મના નિર્માતા છે. શોર ઇન ધ સીટી, ગો ગોઆ ગોન, હેપ્પી એન્ડીંગ જેવી ફિલ્મો બનાવી ચુકેલા રાજ અને ડીકેની જોડીને આ ફિલ્મમાં રાજકુમાર અને શ્રધ્ધા પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. શ્રધ્ધાએ કહ્યું હતું કે હું ખુશ છું કે મને પસંદગીના કલાકારો પૈકીના એક રાજકુમાર સાથે કામ કરવાની તક મળી.

(10:08 am IST)