Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

'ગોરખા': વોર હીરો મેજર જનરલ ઇયાન કાર્ડોજોની ભૂમિકામાં અક્ષય કુમાર

મુંબઇ તા. ૧૬: અતરંગી રે અને રક્ષાબંધન પછી અક્ષય કુમારે આનંદ એલ રાયના કલર યલ્લો પ્રોડકશન અને કેપ ઓફ ગૂડ ફિલ્મ્સ સાથે વધુ એક વખત હાથ મિલાવ્યો છે.  આ બંને ભારતીય સેનાની ગોરખા રેજીમેન્ટ (પાંચમી ગોરખા રાઇફલ)ના એક મહાન અધિકારી મેજર જનરલ ઇયાન કાર્ડોજોના જીવન પર આધારીત ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મનું નિર્દેશન રાષ્ટ્રીય પુરષ્કાર વિજેતા સંજય પૂરનસિંહ ચોૈહાણ કરશે. આપણે આઝાદીના પંચોતેરમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. નિર્માતાને બલિદાન અને વિરતાની કહાની પરદા પર લાવવાનું ગોૈરવ છે. અક્ષય કુમાર આ ફિલ્મમાં યુધ્ધ નાયકની ભુમિકા નિભાવશે. જેણે ૧૯૬૨, ૧૯૬૫ના યુધ્ધમાં અને ખાસ કરીને ૧૯૭૧માં ભારત-પાકિસ્તાન યુધ્ધમાં લડાઇ કરી હતી.  જે તેમના અપાર સાહસ તરીકે ઇતિહાસમાં અંકિત છે. નિર્માતા હિમાંશુ શર્મા કહે છે અમે આ ફિલ્મમાં મેજર જનરલ ઇયાન કાર્ડોજોને સન્માનીત કરવાની આશા રાખીએ છીએ. અમે આ વિશેષ યાત્રા માટે તત્પર છીએ. આ ફિલ્મનું નામ ગોરખા રખાયુ છે.

(4:10 pm IST)