Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

ભાઇજાન સ્ટાર સ્પોર્ટસના શો માં: ધોનીના ભરપુર વખાણ કર્યા

જયારે પણ લોકો કહે છે ધોની હવે સક્ષમ નથી ત્યારે તે બધાને ખોટો સાબિત કરે છેઃ સલમાન]

 નવી દિલ્હીઃ  આઇપીએલના ફાઇનલ પહેલા બોલિવૂડના ભાઈજાન સલમાન ખાન સ્ટાર સ્પોર્ટ્સ શોમાં પહોંચ્યા. તેરી ફિલ્મ એન્ટિમઃ ધ ફાઇનલ ટ્રુથના પ્રમોશન માટે આવ્યા હતા. મહેન્દ્રસિંહ ધોનીના વખાણ કર્યા હતા.

સલમાને શો દરમિયાન ધોનીના ટીકાકારોને પણ જવાબ આપ્યો હતો.  ધોનીની પ્રશંસા કરતી વખતે અને તેના ટીકાકારોને જવાબ આપતા તેણે કહ્યું, ગયા વર્ષે જ્યારે લોકો વાત કરતા હતા કે  ધોની હવે ખતમ થઈ ગયો છે.  જ્યારે પણ લોકો કહે છે કે ધોની હવે સક્ષમ નથી, ત્યારે તે તમને ખોટો સાબિત કરે છે.  આજે જુઓ   ધોની ફાઇનલમાં પહોંચી ગયો છે.  

સલમાને કહ્યું,ધોની વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો મેન્ટર બની રહ્યો છે, તેથી તે પણ એક યુવાન બનવા માંગે છે જેથી ધોની તેના મેન્ટર બની શકે. દઈએ કે સલમાન ખાન અને આયુષ શર્માની ફિલ્મ 'એન્ટિમઃ ધ ફાઇનલ ટ્રુથ' ૨૬ નવેમ્બરે થિયેટરોમાં રિલીઝ થશે. સલમાની આ ફિલ્મમાં ઇન્સ્પેકટર રાજવીરસિંહની ભૂમિકામાં જોવા મળશે.  આ ફિલ્મમાં તેની બહેન અર્પિતા શર્માના પતિ આયુષ શર્મા મુખ્ય ભૂમિકામાં છે. સલમાને આ ખાસ શો દરમિયાન ચાહકો સાથે પણ વાત કરી અને કહ્યું કે તે પણ હંમેશા ધોનીનો ચાહક રહ્યો છે.

(12:58 pm IST)