Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

લાંબા સંઘર્ષ પછી સફળતા પામ્યા છે પંકજ ત્રિપાઠી

પંકજ ત્રિપાઠી આજે ટોચના અભિનેતાઓની યાદીમાં આવે છે. વર્ષ ૨૦૦૪માં રન ફિલ્મમાં અનામ પાત્ર ભજવી કારકિર્દી શરૂ કરનારા પંકજ કહે છે લાંબા સંઘર્ષ પછી સફળતા મળી છે. જો કે આ રસ્તો અનેક નિષ્ફળતાઓ જોયા પછી મળ્યો છે. પંકજે ગેંગ્સ ઓફ વાસેપુર, ગુડગાંવ, મિરઝાપુર, સેક્રેડ ગેમ્સ, મસાન, ન્યુટન, બરેલી કી બરફી, ગુંજન સકશેના-ધ કારગીલ ગર્લ સહિતની હિટ ફિલ્મો અને વેબ સિરીઝમાં જબરદસ્ત અભિનય આપ્યો છે. પંકજ કહે છે હું આજે જે કંઇપણ છું એ મેં અગાઉ કરેલા સારા કામનું અને સંઘર્ષનું પરિણામ છે. હું સતત બાબા નાગાર્જુનની કવિતા-જો ન હો શકે પૂર્ણ કામ, ઉનકા કરતા હું મેં પ્રણામ...ને ધ્યાને રાખી ચાલતો હતો. આ અભિનેતા બિહારના ગોપાલગંજના બેલસાંડ ગામના વતની છે. પંકજને મિરઝાપુરમાં કાલિન ભૈયાનું પાત્ર ખુબ આગળ લઇ ગયું છે. આ સિરીઝનો બીજો ભાગ હવે રિલીઝ થવાનો છે. પંકજ કહે છે મિરઝાપુરની બીજી સિઝન પર લોકોને ખુબ આશા છે. મેં જ્યારે પટકથા વાંચી હતી ત્યારે ખબર નહોતી કે આ સિરીઝને આટલી જબરી સફળતા મળશે. 

(10:24 am IST)