Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

અક્ષય કુમારની ફિલ્મ 'લક્ષ્‍‍મી બોમ્બ' 9 નવેમ્બરે દિવાળી પર રિલીઝ થશે

અક્ષય કુમારે રિલીઝની તારીખ જાહેર કરતાં ફિલ્મનુ ટીઝર ટ્વિટર પર શેર કર્યું

મુંબઈ : બૉલીવુડ અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ 'લક્ષ્‍મી બોમ્બ' ની રિલીઝ ડેટ બહાર આવી છે. દિવાળી નિમિત્તે આ ફિલ્મનુ પ્રીમિયર, 9 નવેમ્બરના રોજ થશે.આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. અક્ષય કુમારે રિલીઝની તારીખ જાહેર કરતાં ફિલ્મનુ ટીઝર ટ્વિટર પર શેર કર્યું છે. જેમાં સંભળાય છે - 'આજથી તારું નામ લક્ષ્‍મણ નહીં, લક્ષ્‍મી હશે.' તે પછી આ ફિલ્મની રિલીઝ ડેટ 9 નવેમ્બરના રોજ લખેલી જોવા મળે છે. ફિલ્મ 'લક્ષ્‍મી બોમ્બ' નુ પ્રીમિયર ડિઝની પ્લસ, હોટસ્ટાર પર 9 નવેમ્બર 2020 ના રોજ આવશે.

અક્ષય કુમારે ટ્વિટર પર ટીઝર શેર કરતા લખ્યુ છે - 'આ દિવાળી તમારા ઘરે' લક્ષ્‍મી 'ની સાથે' બોમ્બ 'હશે. 'લક્ષ્‍મી બોમ્બ' 9 ડિસેમ્બરના રોજ ફક્ત ડિઝની પ્લસ હોટસ્ટાર પર.હશે. મેડ રાઇડ માટે તૈયાર રહો, કારણ કે આ દિવાળી લક્ષ્‍મી બોમ્બ વાલી છે. '

'લક્ષ્‍મી બોમ્બ'માં અક્ષય કુમાર એક વ્યંઢળની ભૂમિકા નિભાવતા જોવા મળશે. ટીઝરમાં અક્ષય કુમાર લક્ષ્‍મણથી લક્ષ્‍મીમાં પરિવર્તિત થતો બતાવવામાં આવ્યો છે. રાઘવ લોરેન્સ દિગ્દર્શિત હોરર કોમેડી ફિલ્મ 'લક્ષ્‍મી બોમ્બ'. આ ફિલ્મનુ નિર્માણ કેપ ઓફ ગુડ ફિલ્મ્સ, શબીના ખાન અને તુષાર કપૂરે કર્યું છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ અગાઉ 22 મે, 2020 ના રોજ ઈદ નિમિત્તે થિયેટરોમાં રિલીઝ થવાની હતી.'લક્ષ્‍મી બોમ્બ' સાઉથની ફિલ્મ કંચનાની હિન્દી રિમેક છે.

 અક્ષય કુમાર આ દિવસોમાં યુકેમાં ફિલ્મ 'બેલ બોટમ'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ સિવાય અક્ષય કુમાર સૂર્યવંશી, પૃથ્વીરાજ, બચ્ચન પાંડે, અત્રંગી રે અને રક્ષાબંધન ફિલ્મમાં જોવા મળશે.

(6:50 pm IST)