Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

જયા બચ્‍ચનના વીડિયો બાદ પુત્રી શ્વેતા બચ્‍ચનનો વીડિયો વાયરલઃ આંખો કંઇક અલગ લાગે છે... લડખડાતી ચાલથી ચાલે છે

મુંબઈ: દિગ્ગજ અભિનેત્રી અને સપા સાંસદ જયા બચ્ચન જ્યારે પણ બોલે છે ત્યારે કડક શબ્દોમાં બોલે છે. રાજ્યસભામાં મંગળવારે ભાજપના નેતા અને અભિનેતા રવિ કિશન અને કંગના રનૌતનું નામ લીધા વગર તેમને બોલિવુડમાં ડ્રગ્સ મુદ્દે આડે હાથ લીધા. એટલું જ નહીં જયા બચ્ચને કહ્યું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને એવા લોકોથી બચાવવાની જરૂર છે જેઓ જે થાળીમાં ખાય છે તેમાં જ છેદ કરે છે. જ્યા બચ્ચને કંગના અને રવિ કિશનનું નામ ન લીધુ પરંતુ કહ્યું કે કેટલાક લોકો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નામ કમાય છે અને તેને ગટર કહે છે. જયા બચ્ચનના આ નિવેદનથી આખો દિવસ રાજકારણ ગમરાયેલું રહ્યું. બોલિવુડમાં પણ બે ફાડચા પડી ગયા. કેટલાક લોકોએ જયા બચ્ચનને સપોર્ટ કર્યો તો કેટલાક લોકોએ દિગ્ગજ અભિનેત્રી અને પતિ અમિતાભ બચ્ચનના મૌન પર સવાલ ઉઠાવ્યાં.

આ બધા વચ્ચે જયા-અમિતાભની લાડકી પુત્રી શ્વેતા બચ્ચનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં શ્વેતા બચ્ચન તેની કેટલીક બહેનપણીઓ સાથે બહાર આવતી જોવા મળે છે. આ વીડિયોમાં શ્વેતા બચ્ચનની આંખો કંઈક અલગ લાગી રહી છે અને તે લડખડાતી ચાલતી હોય  તેવું લાગે છે. વીડિયોમાં શ્વેતા બચ્ચન સાથે ફરહાન અખ્તરની બહેન અને ફિલ્મ નિર્દેશક ઝોયા અખ્તર પણ છે. વાયરલ થયેલા આ વીડિયોને જોઈને લોકો જાત જાતની વાતો કરે છે અને શ્વેતા બચ્ચનના લુક પર સવાલ ઉઠાવી રહ્યાં છે.

જો કે આ વીડિયો સ્લો મોશનમાં છે તો આ વીડિયોની વિશ્વસનિયતા પર શંકા જરૂર પેદા થાય છે.

મહાનાયકના મૌન પર ઉઠ્યા સવાલ

અત્રે જણાવવાનું કે આ સમગ્ર મામલે જે વાત સૌથી વધુ સુશાંત સિંહ રાજપૂતના ફેન્સને ખટકી રહી છે તે છે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનું મૌન. અમિતાભના મૌનને લઈને ફેન્સ સવાલ ઉઠાવવા લાગ્યા છે. અમિતાભ  આમ તો સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તેઓ સતત ફેન્સના સંપર્કમાં રહે છે. જો કે એ પણ સત્ય છે કે અમિતાભ હંમેશા વિવાદથી અંતર જાળવે છે અને કોઈ પણ વિવાદ પર કમેન્ટ કરતા બચે છે.

(4:22 pm IST)
  • ડ્રગ્સ રેકેટ મામલે સંસદમાં ચર્ચા બાદ આજે રાજ્યસભા જયા બચ્ચને કહ્યું કે, હું રવિ કિશનની વાત સાથે સહેમત, યુવાનોને ડ્રગ્સની લતથી બચાવવાની જરૂર: પરંતુ સમગ્ર બોલીવુડને દોષ આપવો ખોટો છે access_time 1:04 am IST

  • ડેવિડ મિલર ધોની પાસે ખાસ ગુણોને શીખવા માગે છે : ધુઆંધાર બેટ્સમેન પણ ધોનીનો દિવાનો : ખાસ કરીને રમતમાં લક્ષ્યનો પીછો કરતી વખતે દબાણનો સામનો કરીને શાંત રહેવાનો ધોનીનો ગુણ શીખવાની ઈચ્છા access_time 3:31 pm IST

  • ઉત્તર પ્રદેશમાં 21 સપ્ટેમ્બરથી સ્કૂલો ખુલવાની શક્યતા નહિવત : રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને લઇ ડેપ્યુટી સી.એમ.દિનેશ શર્માનો નિર્દેશ : કેન્દ્ર સરકારે અનલોક 4 માં 21 સપ્ટે.થી સ્કૂલો ખોલવાની મંજૂરી આપી હોવા છતાં રાજ્ય સરકાર અસંમત : વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાધાન્ય આપવાનો હેતુ access_time 12:20 pm IST