Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

લો કરો વાત! ફરી એકબીજા સાથે જ લગ્ન કરવાના છે હૃતિક-સુઝેન!

ડિવોર્સ પછી પણ સારા સંબંધો

મુંબઇ તા. ૧૬ : હૃતિક અને તેની ભૂતપૂર્વ પત્ની સુઝેન વચ્ચે છૂટાછેડા પછી પણ ઘણા સારા સંબંધો છે. બંનેએ અવાર-નવાર જણાવ્યું છે કે તેમના માટે તેમના બાળકો સર્વોપરિ છે અને તેઓ નથી ઈચ્છતા કે તેમના સંબંધોમાં ખટાશની અસર તેમના બાળકો પર પડે.

હૃતિક અને સુઝેન ઘણીવાર એકબીજા સાથે દેખાય છે અને તેને કારણે બંને વચ્ચે જાતજાતની અફવા પણ ઊડતી રહે છે. પરંતુ હવે એક અગ્રણી અંગ્રેજી અખબારના રિપોર્ટ અનુસાર હૃતિક-સુઝેન ફરી લગ્ન કરે તેવી ચર્ચા છે.

હૃતિકના અંગત મિત્રના જણાવ્યા મુજબ, 'હૃતિક અને સુઝેન ફરી ભેગા થવાનું વિચારી રહ્યા છીએ. તેમને તેમની રિલેશનશીપમાં કેમ પ્રોબ્લેમ ઊભા થતા હતા એ વાત સમજાઈ ગઈ છે અને આથી તે હવે તેમની રિલેશનશીપની ફરીથી શરૂઆત કરવાનું વિચારી રહ્યા છે.'

સૂત્રોના જણાવ્યા મુજબ હૃતિક અને સુઝેન ફરીથી પરણી જાય તો નવાઈ નહિં. જો કે રોશન પરિવારે આ વાતનો ઈનકાર કરતા કહ્યું છે હૃતિક-સુઝેન ફરી કપલ બને એ વાત સાવ વાહિયાત છે.

રોશન પરિવારના સૂત્રોના જણાવ્યા મુજબ હૃતિક અને સુઝેન હવે જુદી જુદી રીતે પોતાનું જીવન જીવી રહ્યા છે અને જરૂર જણાય ત્યારે બાળકો માટે તેઓ ભેગા થાય છે. પેરેન્ટ્સ તરીકે તે સાથે છે પરંતુ વ્યકિતગત રીતે તે જુદી લાઈફ જીવે છે. હૃતિક અને સુઝેનના ડિવોર્સ કેમ થયા તેનું કારણ આજ સુધી સ્પષ્ટ થયુ નથી. સુઝેને માત્ર એટલું જ કહ્યું હતુ કે અમે અમારી લાઈફમાં એ તબક્કે પહોંચી ગયા છે જયાં મેં નક્કી કર્યું કે અમે સાથે ન હોઈએ એ જ અમારા માટે સારુ છે. ડિવોર્સ પછી પણ તેમણે મિત્રતા જાળવી રાખી છે અને તેઓ એકબીજાને બહુ મળતા નથી તો પણ ચેટથી સંપર્કમાં રહે છે. બંને પોતાના બાળકોનો સ્વસ્થ ઉછેર કરવા કટિબદ્ઘ છે.

(4:26 pm IST)