Gujarati News

Gujarati News

News of Monday, 15th January 2018

20 જાન્યુઆરીથી શરુ થશે રાજસ્થાન ફિલ્મ ફેસ્ટિવલ: ઓમપુરી અભિનીત પાકિસ્તાન ફિલ્મનું યોજાશે સ્ક્રીનિંગ

મુંબઈ: રાજસ્થાન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 'રીફ 2018'નું આયોજન 20થી 23 જાન્યુઆરી સુધી આઇનોક્સમાં થવાનું છે.આ સમારોહમાં ઓમપુરી અભિનીત પાકિસ્તાની ફિલ્મ 'એકટર ઈન લો'નું સ્ક્રીનિંગ થવાનું છે. આ વખતે રીફ 2018નું લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવૉર્ડ અભિનેતા તથા રિફના સંરક્ષક ઓમપુરીને મરણોત્રાન્ત આપવામાં આવશે.

સમારોહથી જોડાયેલા લોકોએ જણાવ્યું કે ઓમપુરીની પત્ની નંદિતા પુરી તથા પુત્ર ઈશાન પૂરીને એવૉર્ડ લેવા હાજર રહેવાના છે. ચાર દિવસ સુધી ચાલનાર આ સમારોહ 23 જાન્યુઆરીના 6 વાગે બિડલા ઓડિટોરિયમ માં રીફ 2018 એવૉર્ડ નાઇટનું આયોજન કરવામાં આવ્યું છે. 

(5:46 pm IST)