Gujarati News

Gujarati News

News of Monday, 15th January 2018

બોલ્ડ સીન કર્યા પછી હવે એક્શન કરતી નજરે પડશે જરીન ખાન

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી જરીન ખાન પોતાની આગામી ફિલ્મ 'વન ડે'માં ખતરનાક સ્ટન્ટ કરતી નજરે પડશે. જરીને કહ્યું કે 'હું હમેશાથી ટોમબોય હતી.મને એક્શન ફિલ્મો કરવી વધુ પસંદ છે. અને તેથી જ મેં આ રોલને કરવાનો નિર્ણય લીધો છે. આ રોલમાં દર્શકો મને એક અલગ અંદાજમાં જોશે. હું ફિલ્મમાં એક લેડી પોલીસ અધિકારીનું પાત્ર ભજવવાની છું. અત્યાર સુધી મેં એવો રોલ નથી કર્યો તેના પાછળનું કારણ એ છે કે લોકો મને ગ્લેમર અને હોટ લુકમાં જોવાનું પસંદ કરતા હતા.

(5:45 pm IST)