Gujarati News

Gujarati News

News of Monday, 15th January 2018

બિગ બોસ-૧૧ શો : હિનાને હાર આપીને શિલ્પા વિજેતા

દિલધડક ફાઇનલમાં છેલ્લે ૧૦ મિનિટ વધુ વોટિંગ :૧૦૫ દિવસના સફરમાં શિલ્પા શિન્દે સૌથી વધુ મજબુત હરિફ તરીકે ઉભરી : રંગારંગ કાર્યક્રમમાં અક્ષય હાજર

મુંબઇ,તા. ૧૫ : તમામ પ્રકારની અટકળો અને સટ્ટાબજારની ગણતરીના દોર વચ્ચે આખરે બિગ બોસ-૧૧માં શિલ્પા શિન્દેએ તમામને પાછળ છોડીને જીત હાંસલ કરી હતી. આની સાથે જ તે બિગ બોસ-૧૧માં વિજેતા તરીકે ઉભરી હતી. ફાઇનલમાં તેની સામે ધારણા પ્રમાણે જ હિના ખાન પહોંચી હતી. ફિનાલે સુધી પહોંચી ગયેલા ચાર સ્પર્ધકો હિના ખાન, પુનીશ શર્મા, વિકાસ ગુપ્તા અને શિલ્પા શિન્દે વચ્ચે જોરદાર સ્પર્ધા રહી હતી. પુનીશ અને વિકાસ ફિનાલે પહેલા જ છેલ્લી ઘડીએ આઉટ થયા હતા. ટેલિવીઝનની લોકપ્રિય વહુ અક્ષરા અથવા તો હિના ખાન અને શિલ્પા વચ્ચે સીધી સ્પર્ધા રહી હતી. બિગ બોસ-૧૧ના ૧૦૫ દિવસના સફરમાં શિલ્પા પહેલાથી જ ફેવરટી તો ગણાઇ રહી હતી. શિલ્પાએ શોના પ્રથમ સપ્તાહમાં જ પોતાની સ્થિતીને મજબુત બનાવી લીધા હતી. ત્યારબાદ તેના ચાહકો સતત વધતા ગયા હતા. લોકપ્રિયતા પણ વધતી ગઇ હતી. અત્રે નોંધનીય છે કે ભાભીજી ઘર પર હે માં અંગુરી  ભાભીની લીડ ભૂમિકા શિલ્પાએ અદા કરી હતી. ચેનલ સાથે જોડાયેલા લોકોએ કહ્યુ છે કે વિકાસ ગુપ્તા સહિત સિરિયલના કલાકારો સાથે ખેંચતાણના કારણે તેને લોકપ્રિય શો છોડી દેવાની ફરજ પડી હતી. શો દરમિયાન તેના પર આરોપો મુકવામાં આવ્યા હતા કે તે ટાસ્કની કામગીરી કરી રહી ન હતી. કિચનમાં તે વધારે સમય આપી રહી હતી. વિકાસ ગુપ્તાની ટીમ દ્વારા તેના પર પ્રહારો પણ કરવામાં આવ્યા હતા. શિલ્પાને લોકોનો ભરપુર સાથ મળ્યો હતો. જેના કારણે તેની જીત થઇ છે. 

(1:08 pm IST)