Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

5 મિનિટના પરફોર્મન્સ માટે પ્રિયંકા લેશે આટલી મોટી રકમ

મુંબઈ:બોલિવુડની 'દેસી ગર્લ' પ્રિયંકા ચોપરા હાલમાં હોલિવુડના પ્રોજેક્ટ્સમાં બિઝી છે. તેની લોકપ્રિયતા દિવસેને દિવસે વધતી જ જાય છે. પ્રિયંકાએ છેલ્લા કેટલાય સમયથી કોઈ બોલિવુડ ફિલ્મ સાઈન નથી કરી. પરંતુ આ મહિનાના અંતમાં થતા ઝી સિને એવોર્ડ્સમાં તે પરફૉર્મન્સ કરવાની છે. એક રિપોર્ટ અનુસાર, એવોર્ડ નાઇટમાં પરફૉર્મ કરવા માટે પિગી ચોપ્સ મોટી રકમ વસૂલી રહી છે.

રિપોર્ટ્સ અનુસાર, એક્ટ્રેસ 5 મિનિટના પરફૉર્મન્સ માટ 4-5 કરોડ રૂપિયાની રકમ લઇ રહી છે. સૂત્રોનુસાર, પ્રિયંકા 5 મિનિટનું પરફૉર્મન્સ આપશે, જેનો મતલબ એમ થાય છે કે તેણે 1 મિનિટ માટે 1 કરોડ રૂપિયા મળી રહ્યા છે. હાલના સમયમાં પ્રિયંકા ખૂબ જ ડિમાન્ડમાં હોવાને કારણે ઓર્ગેનાઇઝર્સ તેને મોં માંગ્યા રૂપિયા આપવા માટે તૈયાર છે. એવોર્ડ શોમાં ઓર્ગેનાઇઝર પ્રિયંકાની પરફૉર્મન્સને હાઇલાઇટ કરવા ઇચ્છે છે. તમને જણાવી દઇએ કે, 2 દિવસ પછી તે ઇન્ડિયામાં પરફૉર્મ કરી રહી છે.

(7:59 pm IST)