Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

દુબઈના રસ્તા પર નાચતી જોવા મળી અંકિતા લોખંડે

મુંબઈ:ટીવી પર જાણીતી બનેલી અભિનેત્રી અંકિતા લોખંડેનો એક નવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે દુબઈના રસ્તા પર નાચતી જોવા મળી રહી છે. અંકિતાએ પોતાનો ડાન્સ કરતો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.મસ્તમોલા અંદાજની અંકિતાએ દુબઈના બોલિવૂડ પાર્કમાં ફની અંદાજમાં ડાન્સ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ટીવી સિરીયલ 'પવિત્ર રિશ્તા' બાદ ઘણા સમય બાદ અંકિતા હવે બોલિવૂડના પરદે જોવા મળશે.

(7:54 pm IST)