Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

'ઓસ્કર' રેસમાંથી બહાર થઇ ભારત તરફથી નોમિનેટ થયેલી 'ન્યૂટન'

નવી દિલ્હી તા. ૧૫ : ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે એક દુઃખના સમાચાર છે. ઉલ્લેખનીય છે કે રાજકુમાર રાવની ફિલ્મ ન્યૂટનને આ વર્ષે ભારત તરફથી ઓસ્કર માટે ફોરેન લેંગ્વેજની ફિલ્મ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી હતી. પરંતુ આ ફિલ્મને લિસ્ટમાંથી બહાર કરવામાં આવી છે.ઓસ્કરના ટ્વિટર હેન્ડલ પર તે ૯ ફિલ્મોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે જે એકેડમી અવોર્ડ્સના લિસ્ટમાં સ્થાન મેળવવા માટે સફળ રહી છે. આ લિસ્ટમાં અ ફેનટાસ્ટિક વુમન, ઈન ધ ફેડ, ઓન બોડી એન્ડ સોલ, ફોકસટ્રાટ, ધ ઈનસલ્ટ, લવલેસ, ધ વુંડ, ફેલિસિટે, ધ સ્કવાયર શામેલ છે.

ન્યૂટન ફિલ્મ મિડલ કલાસ ફેમિલીના ન્યૂટન કુમારની સ્ટોરી છે. આ ફિલ્મને દર્શકો અને ક્રિટિકસ તરફથી ખુબ વખાણવામાં આવી હતી.

(4:30 pm IST)