Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

વધુ એક લવસ્ટોરી વાળા શોમાં કામ કરી રહી છે જેનિફર

કલર્સ ચેનલ પર નવો શો શરરૂ થઇ રહ્યો છે. આ શોનું નામ બેપનાહ છે. જેમાં મુખ્ય રોલ અભિનેત્રી જેનિફર વિંગેટને અપાયો છે. આ શોમાં પણ એક લવસ્ટોરી હશે. શોમાં જેનિફર બિન્દાસ્ત અંદાજમાં જોવા મળશે. આ શોમાં તે જોયા નામની યુવતિના રોલમાં હશે. તેની સાથે સહબાન અઝીમ અને નમિતા દુબે પણ આ શોમાં મહત્વના રોલમાં છે. જેનિફરે કહ્યું હતું કે તે ખુશ છે કે તેને સતત આવા શોમાં કામ કરવાની તક મળી છે. તેણે કહ્યું હતું કે હું હર્ષદ સાથે કામ કરીને ખુશ છું. મને વિશ્વાસ છે કે લોકોને અમારી જોડી ગમશે. લવસ્ટોરીમાં કામ કરવાનું મારા માટે હમેંશા ખાસ રહ્યું છે. આ શો વિશે મેં સાંભળ્યું ત્યાં જ લાગણીશીલ થઇ ગઇ હતી અને મનોમન શોમાં કામ કરવું જ છે તેવો નિર્ણય લઇ લીધો હતો.

(9:34 am IST)