Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

મનમર્જિયા માટે સ્ટાર કાસ્ટ નક્કી થતી નથી

ફિલ્મ મનમર્જિયામાં કોણ કામ કરશે? તે અંગે નવી-નવી વાતો આવતી રહે છે. હવે અભિષેક બચ્ચનું નામ સામે આવ્યું છે. જો કે હજુ એ સ્પષ્ટ નથી કે અભિષેક કામ કરશે કે નહિ? નિર્દેશક દ્વારા આ ફિલ્મના કલાકારોને વારંવાર બદલવામાં આવી રહ્યા છે. આવું શા માટે થઇ રહ્યું છે તે પણ કોઇ જાણતું નથી. પહેલા એવી વાત સામે આવી હતી કે સમીર આર્યા નિર્દેશીત આ ફિલ્મમાં આયુષ્યમાન ખુરાના અને ભૂમિ પેડનેકર મુખ્ય રોલમાં કામ કરશે. ત્યાર બાદ અશ્વિની ઐયર તિવારીનું નામ સામે આવ્યું હતું પણ તે ફિલ્મ બરેલી કી બરફી માટે આ પ્રોજેકટથી અલગ થઇ ગઇ હતી. હવે એવી ચર્ચા છે કે મલયાલમ અભિનેતા  દુલકેર સલમાન આ ફિલ્મમાં તાપસી પન્નુ અને વિક્કી કોૈશલ સાથે કામ કરશે. સાથે અભિષેકનું નામ પણ જોડાયું છે.

(4:30 pm IST)