Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

ચાર ફિલ્મો 'મોનસૂન શૂટઆઉટ', 'માય ફ્રેન્ડઝ દુલ્હનીયા', 'ધ ગેમ ઓફ અયોધ્યા' અને 'ધ ગ્રેટ લિડર' રિલીઝ

આજથી ચાર ફિલ્મો 'મોનસૂન શૂટઆઉટ', 'માય ફ્રેન્ડઝ દુલ્હનીયા', 'ધ ગેમ ઓફ અયોધ્યા' અને 'ધ ગ્રેટ લિડર' રિલીઝ થઇ છે.

 નિર્માતા માર્ટીન ડી ગ્રુન્ટ, ટ્રેવોર ઇન્ગમેન, ગુનીત મોંગા અને નિર્દેશક અમિત કુમારની ફિલ્મ 'મોનસૂન શૂટઆઉટ'માં સંગીત આતીફ અફઝલનું છે.  ફિલ્મમાં નવાજુદ્દીન સિદ્દીકી, વિજય વર્મા, નીરજ કબી, ગીતાંજલી થાપા, ફરહાન મહોમ્મદ અને તનીષ્ઠા ચેટર્જીની મુખ્ય ભૂમિકા છે. આ ઉપરાં શ્રીજીતા ડે, ઇરાવતી હર્ષે અને ઓમકારદાસ માનીકપુરી પણ છે. કહાની એક પોલીસ કર્મચારીની છે. 

બીજી ફિલ્મ ફિલ્મ 'માય ફ્રેન્ડઝ દુલ્હનીયા'ના નિર્માતા આલોક રાય અને નિર્દેશક ઓ. પી. રાય તથા પ્રશમિત ચોૈધરી છે. જેમાં મુદ્દસીર જાફર,  શાઇના બાવેજા, સોૈરભ કે રોય, પૂજા રાઠી અને મયુર મહેતાની મુખ્ય ભૂમિકા છે. આર્યન અને માહિરા બંને યુવાન છે અને એક બીજાના પ્રેમમાં છે. પણ અચાનક આ બંને વચ્ચે બ્રકેઅપ થઇ જાય છે. બાદમાં તેના કોલેજના મિત્રો સજ્જાદ અને સ્નેહાની એન્ટ્રી થાય છે અને એક લગ્નના પ્રસંગમાં આ કોલેજીયન મિત્રો અલગ પડેલા આર્યન અને માહિરાને એક કરવા પ્રયાસ કરે છે.

ત્રીજી ફિલ્મ 'ધ ગેમ ઓફ અયોધ્યા'ના નિર્માતા ભુષણ અગ્રવાલ અને નિર્દેશક સુનિલ સિંઘ છે. ફિલ્મમાં સુનિલ સિંઘ, મર્કન્ડ દેશપાંડે, અભય ભાર્ગવ, અરૂણ બક્ષી, એહસાન ખાન, સવિતા બજાજ, સંજય દડહીચ, વિશાલ સિંઘ અમનદીપ, રોહન, પૂજા સહિતના કલાકારો છે. અયોધ્યા બાબરી મસ્જીદ ધ્વંશની સત્ય ઘટના પર ઇનકવાયરી કમિશને જાહેર કરેલા રિપોર્ટ પરથી આ ફિલ્મ બનાવાઇ છે.

ચોથી ફિલ્મ 'ધ ગ્રેટ લિડર'ના નિર્માતા દિપક સાવંત અને નિર્દેશક અભિષેક ચઢ્ઢા છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને ગુલશન કુમારની મુખ્ય ભૂમિકા છે. જયા બચ્ચને પણ આ ફિલ્મમાં કામ કર્યુ છે. દિપક સાવંત પાંત્રીસ વર્ષથી અમિતાભ બચ્ચનના મેકઅપ આર્ટીસ્ટ તરીકે કામ કરે છે. તેણે આ ફિલ્મ બનાવી હોવાથી અમિતાભ અને જયા બચ્ચન બંનેએ કામ કર્યુ છે.

(6:38 pm IST)